નાના બાળકોને ક્યારેય એક રમકડાં માટે ઝગડતાં જોયા છે? એક રમકડું પ્રાપ્ત કરવા માટે તેઓ જીવ પર આવીને લડે, ચીસો પાડે, રડે, મારામારી કરે, કપડાં ફાડી નાખે અને બીજું તો શું નું શું યે કરે? કદાચ એવું યે બને કે લડાઈ વખતે રમકડું તુટી યે જાય. થોડા વખત પછી જોઈએ તો રમકડું તો ક્યાંયે એક બાજુ ખુણામાં પડ્યું હોય અને બાળકો વળી પાછી કોઈ અન્ય પ્રવૃત્તિમાં પરોવાઈ ગયા હોય. તો પછી આવશ્યકતા શું રમકડા માટે હતી કે જેને માટે તેઓ લડ્યા, ચીસો પાડી, મારામારી કરી, કપડાં ફાડી નાખ્યાં અને બીજું કઈ કેટલું યે કર્યું.
ના, ખરેખર તો તે લડાઈ તેમની મમતની હતી.