રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો તે વાતને આજે ૨૦૬૮ વર્ષના વહાણાં વાય ગયાં. આજે આપણે તે પ્રતાપી રાજા વિક્રમાદિત્યની સંવત ૨૦૬૯માં વર્ષમાં પ્રવેશીએ છીએ ત્યારે આજના રાજવીઓને ઢંઢોળીએ કે એક રાજવી ધારે તો જનકલ્યાણના કેટલા કાર્યો કરી શકે તે વિક્રમાદિત્ય પાસેથી શીખે.
આપણાં ૫૫૦થી વધારે સાંસદોના ૧૧૦૦થી વધારે હાથ ધારેતો દેશની કાયકલ્પ કરી શકે છે. હે વિશ્વની સહુથી મોટી લોકશાહીના સાંસદો આ નવા વર્ષે મહાન ભારતની દીન જનતા આપને બે હાથ જોડીને પ્રાર્થે છે કે દેશહિત માટે થઈ શકે તો કશુંક કાર્ય કરજો પણ દેશદ્રોહનું કાર્ય મહેરબાની કરીને બંધ કરજો.
સહુને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન
ૐ
સર્વે ભવન્તુ સુખિનઃ |
સર્વે સન્તુ નિરામયાઃ |
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત ||
વિક્રમ સવંત ૨૦૬૯ આપના માટે સુખદાયી, આરોગ્યમય અને કલ્યાણકારી નિવડે તેવી હાર્દિક શુભેચ્છા સહ નવા વર્ષના સાલ મુબારક.
મોડા મોડા પણ નવા વર્ષના સાલ મુબારક 🙂
@ ગોવિંદભાઈ, હિનાબહેન તથા પ્રીતિબહેન
આપનો ખૂબ ખૂબ આભાર.