વિવિધ રંગો જ્યારે જુદા જુદા પડ્યા હોય ત્યારે તેમનું અસ્તિત્વ તો હોય છે પણ તેમાંથી રંગોળી નથી બનતી. તેવી રીતે પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજસ અને તમ ત્રણે ગુણો જ્યારે તેમની સામ્ય અવસ્થામાં હોય છે ત્યારે પ્રકૃતિ અવ્યક્ત દશામાં છે તેમ કહેવાય. તેવે વખતે સૃષ્ટિનો આવિર્ભાવ નથી હોતો.
આસ્થાને રંગોળી કરવાની ઈચ્છા થઈ તો તેણે એક સરસ રંગોળી બનાવી. તેવી રીતે સૃષ્ટિ કર્તા ઈશ્વરને જ્યારે સૃષ્ટિ રચના કરવાની ઈચ્છા થાય ત્યારે તે પ્રકૃતિના ગુણોમાંથી સૃષ્ટિનું સર્જન કરે. આસ્થાએ આ રંગોળી મહેમાનો અને દર્શકોના મનોરંજન માટે બનાવી છે તેવી રીતે ઈશ્વર જીવોના ભોગને માટે આ સૃષ્ટિની રચના કરે છે.
રંગો મેળે મેળે ગોઠવાઈને રંગોળી બની શકતાં નથી તેમ પ્રકૃતિના ગુણો આપમેળે સંયોજાઈને સૃષ્ટિની રચના કરી શકતાં નથી. આસ્થાની ઈચ્છા, ક્રીયા અને જ્ઞાનથી રંગોળી બની તેવી રીતે ઈશ્વરની ઈચ્છા, ક્રીયા અને જ્ઞાનથી સૃષ્ટિ બને છે.
પરમેશ્વરની આ અદભુત રચના સમ સૃષ્ટિનું આપણે સુપેરે જતન કરીએ..
પરસ્પર પ્રેમ અને સદભાવથી જીવીએ…
દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
આદરણીય .શ્રી અતુલભાઈ ( આગંતુક)
આજના શુભ દિને આપના સર્વે કુટુંબી જનોનેદીપાવલીની શુભ કામના.
ઝળહળતા દીપાવલીના દીવડાની જેમ જીવનમાં સદાય દીપ પ્રગટતા રહે.
નુતન વર્ષની શુભેચ્છા
Happy Diwali to you and Your Family. 🙂
અતુલભાઈે
આજે તમારા બ્લૉગ પર આવી શક્યો, પહેલાં કઈંક પ્રૉબ્લેમ્સ હતા. એટલે આજે ફરી શુભેચ્છાઓ આપું છું. સૌ કુશળમંગળ રહો..
દિવાળી ની શુભકામના!