પપ્પા આ શું? હજુ તો અડધી રંગોળી બનાવી છે અને તમે બ્લોગ પર મુકી દિધી?
બેટા મને એમ કે તે આટલી રંગોળી જ બનાવી છે.
ના પપ્પા હજુ તો તેમાં રંગો પુરવાના બાકી છે.
સારુ તો તું રંગો પુરી દે પછી પાછા બ્લોગ પર અપડેટ મુકી દેશું.
કવિની મોટી બહેનના દિકરા કવનને CAની પરીક્ષા આપવાની છે તેથી મા-દિકરો ભાવનગર આવી ગયાં છે. મોટા સેન્ટરોમાં પરીક્ષા કેન્દ્ર દૂર હોય વળી ટ્રાફીકની સમસ્યાને લીધે પરીક્ષાના સ્થળે પહોંચતા ખુબ સમય લાગે. હવે મોટા સેન્ટરોના વિદ્યાર્થીઓ નાના સેન્ટરોમાં પરીક્ષા આપવાનું પસંદ કરે છે. એક તો પરીક્ષા કેન્દ્ર નજીક હોય અને વાહનોની ભીડ પ્રમાણમાં ઓછી હોય.
દિવાળીમાં ફરશી પુરી, સેવ, ચેવડો બનાવવા માટે કવિને તેના કીરણબહેનની મદદ મળી ગઈ. મેં મજાક કરતાં કહ્યું કે ૨૧મી સદીમાં યે શું આ બધું ઘરે બનાવવાનુ? ત્યાં તો બા તાડૂક્યા – હવે જોઈ તારી ૨૧મી સદી. ઈસ્વીસન કે વિક્રમ સંવત નહોતી ઈ પહેલાના આપણે દિવાળી ઉજવતા આવ્યાં છીએ. ઘરે જે બને તે ચોક્ખુ બને. બહારથી ભેળસેળીયું લાવીએ તો તમેય માંદા પડો અને મહેમાનની તબીયત પણ બગડે. બાનો પુણ્ય પ્રકોપ જોઈને હું ધીરે રહીને ત્યાંથી સરકી ગયો.