મીત્રો,
વિક્રમ સંવત ૨૦૬૮ વિદાય લેવાની તૈયારીમાં છે. આપણે ત્યાં તો જાય ત્યારેય આવજો અને આવે ત્યારેય આવજો – કેમ ખરુંને? આપણાં દેશના સહુથી મોટા પર્વને ઉજવવાનો ઉલ્લાસ નાના મોટા સહુને હોય છે. આસ્થાને આ વર્ષે દસમા ધોરણના અભ્યાસની જવાબદારી એટલે મોટી રંગોળી કરવાનો સમય મેળવવો અઘરો તોયે રંગોળી કર્યા વગર તો કેમ ચાલે?
પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં સ્નેહ અને ઉલ્લાસનો સંચાર કરે તેવી શુભેચ્છાઓ…..
પ્રિય અતુલભાઈ અને બધા કુટુંબીજનો,
હમણાં એકાદ મહિનાથી તમારા બ્લૉગની સાઇટ પર કઈંક ટેકનિકલ પ્રૉબ્લેમને કારણે જઈ શકતો નથી. આજે તો ‘રીડ પોસ્ટ. કૉમેન્ટ, રિપ્લાય અને તમારી લિંક બધા અખતરા કરી જોયા. બધું જ ફેલ થયું એટલે આ અંગત મેઈલ દ્વારા દિવાળીના મંગળ પર્વની અને નવા વરસની શુભેચ્છાઓ સ્વીકારશો. દીપક
શ્રી દીપકભાઈ,
આપને અને આપના કુટુંબીજનોને પણ દિવાળીના મંગળ પર્વની અને નવા વરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી સર્વ મીત્રોને દીલી શુભેચ્છાઓ..
શ્રી ગોવીંદભાઈ,
સાભાર વંદન.
આપના તરફથી અવનવા વિચારોના ફુડ પેકેટ લગાતાર મળતા રહે છે અને મળતા રહે તેવી અપેક્ષા..
પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં સ્નેહ અને ઉલ્લાસનો સંચાર કરે તેવી શુભેચ્છાઓ…..