મીત્રો,
વિક્રમ સંવત ૨૦૬૮ વિદાય લેવાની તૈયારીમાં છે. આપણે ત્યાં તો જાય ત્યારેય આવજો અને આવે ત્યારેય આવજો – કેમ ખરુંને? આપણાં દેશના સહુથી મોટા પર્વને ઉજવવાનો ઉલ્લાસ નાના મોટા સહુને હોય છે. આસ્થાને આ વર્ષે દસમા ધોરણના અભ્યાસની જવાબદારી એટલે મોટી રંગોળી કરવાનો સમય મેળવવો અઘરો તોયે રંગોળી કર્યા વગર તો કેમ ચાલે?
પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં સ્નેહ અને ઉલ્લાસનો સંચાર કરે તેવી શુભેચ્છાઓ…..