Monthly Archives: November 2012

કહો જોઈએ મારી ઉંમર કેટલી હશે?

આજે WordPress નું Notification વાંચીને દંગ થઈ ગયો.

Wordpress Notification

WordPress Notification

કહો જોઈએ મારી ઉંમર કેટલી હશે?

હવે કોઈ તેના વડીલોના વડીલોના વડીલોના વડીલોનાયે વડીલના નામ, ઠામ તેમની રહેણી કરણી વગેરે વગેરે પુછવા મારી પાસે ન આવશો ભાઈ શાબ 🙂

તમારે જોઈતી પુરાતન કાળની સર્વ વિગતો માટે WordPress નો સંપર્ક કરવા વિનંતી 🙂

Categories: હાસ્ય | Tags: , , | 11 Comments

બાબાજી પશ્ચિમની દુનિયામાં રસ લે છે – યોગી કથામૃત (૩૬)

બાબાજી પશ્ચિમની દુનિયામાં રસ લે છે


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

લાહિરીમહાશયનું ઈસુ ખ્રિસ્ત જેવું જીવન – યોગી કથામૃત (૩૫)

લાહિરીમહાશયનું ઈસુ ખ્રિસ્ત જેવું જીવન


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

દેવ દિવાળી

દેવ દિવાળી


દેવતા ઉઠ્યાં
માણસો મલકાયાં
ઝટ પરણો

દેવ પરણ્યાં
માણસો હરખાયાં
અમારો વારો

લોકો પરણ્યાં
સંસારે ગુંચવાણા
દેવ મરક્યાં


Categories: ઉત્સવ, હાસ્ય | Tags: | 2 Comments

આજનું ચિંતન – મમત

નાના બાળકોને ક્યારેય એક રમકડાં માટે ઝગડતાં જોયા છે? એક રમકડું પ્રાપ્ત કરવા માટે તેઓ જીવ પર આવીને લડે, ચીસો પાડે, રડે, મારામારી કરે, કપડાં ફાડી નાખે અને બીજું તો શું નું શું યે કરે? કદાચ એવું યે બને કે લડાઈ વખતે રમકડું તુટી યે જાય. થોડા વખત પછી જોઈએ તો રમકડું તો ક્યાંયે એક બાજુ ખુણામાં પડ્યું હોય અને બાળકો વળી પાછી કોઈ અન્ય પ્રવૃત્તિમાં પરોવાઈ ગયા હોય. તો પછી આવશ્યકતા શું રમકડા માટે હતી કે જેને માટે તેઓ લડ્યા, ચીસો પાડી, મારામારી કરી, કપડાં ફાડી નાખ્યાં અને બીજું કઈ કેટલું યે કર્યું.

ના, ખરેખર તો તે લડાઈ તેમની મમતની હતી.

Categories: ચિંતન | Tags: , | 3 Comments

હિમાલયમાં મહેલનું નિર્માણ થાય છે – યોગી કથામૃત (૩૪)

હિમાલયમાં મહેલનું નિર્માણ થાય છે


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

नायमात्मा प्रवचनेन लभ्यो

नायमात्मा प्रवचनेन लभ्यो
न मेधया न बहुना श्रुतेन |
यमेवैष वृणुते तेन लभ्यः
तस्यैष आत्मा विवृणुते तनूँ स्वाम् ||

કઠોપનિષદના અલૌકિક મંત્ર તથા ઉપનિષદ વિશે થોડી માહિતિ મેળવવા નીચેનો લેખ ઉપયોગી થશે. 🙂

ઉપનિષદ સુધા

Categories: આર્ષદર્શન | Tags: , | Leave a comment

સ્વાગત ૨૦૬૯

રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો તે વાતને આજે ૨૦૬૮ વર્ષના વહાણાં વાય ગયાં. આજે આપણે તે પ્રતાપી રાજા વિક્રમાદિત્યની સંવત ૨૦૬૯માં વર્ષમાં પ્રવેશીએ છીએ ત્યારે આજના રાજવીઓને ઢંઢોળીએ કે એક રાજવી ધારે તો જનકલ્યાણના કેટલા કાર્યો કરી શકે તે વિક્રમાદિત્ય પાસેથી શીખે.

આપણાં ૫૫૦થી વધારે સાંસદોના ૧૧૦૦થી વધારે હાથ ધારેતો દેશની કાયકલ્પ કરી શકે છે. હે વિશ્વની સહુથી મોટી લોકશાહીના સાંસદો આ નવા વર્ષે મહાન ભારતની દીન જનતા આપને બે હાથ જોડીને પ્રાર્થે છે કે દેશહિત માટે થઈ શકે તો કશુંક કાર્ય કરજો પણ દેશદ્રોહનું કાર્ય મહેરબાની કરીને બંધ કરજો.

પૂજે જનો સહુ ઉગતાં રવિને

સહુને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , , , | 4 Comments

સાંપ્રત હિન્દના ખ્રિસ્ત સમા યોગી બાબાજી – યોગી કથામૃત (૩૩)

સાંપ્રત હિન્દના ખ્રિસ્ત સમા યોગી બાબાજી


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

સ્નેહ, પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ દીપાવલી – ૪

વિધ વિધ રંગો


વિવિધ રંગો જ્યારે જુદા જુદા પડ્યા હોય ત્યારે તેમનું અસ્તિત્વ તો હોય છે પણ તેમાંથી રંગોળી નથી બનતી. તેવી રીતે પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજસ અને તમ ત્રણે ગુણો જ્યારે તેમની સામ્ય અવસ્થામાં હોય છે ત્યારે પ્રકૃતિ અવ્યક્ત દશામાં છે તેમ કહેવાય. તેવે વખતે સૃષ્ટિનો આવિર્ભાવ નથી હોતો.


રંગોળી સૂર્યપ્રકાશમાં


આસ્થાને રંગોળી કરવાની ઈચ્છા થઈ તો તેણે એક સરસ રંગોળી બનાવી. તેવી રીતે સૃષ્ટિ કર્તા ઈશ્વરને જ્યારે સૃષ્ટિ રચના કરવાની ઈચ્છા થાય ત્યારે તે પ્રકૃતિના ગુણોમાંથી સૃષ્ટિનું સર્જન કરે. આસ્થાએ આ રંગોળી મહેમાનો અને દર્શકોના મનોરંજન માટે બનાવી છે તેવી રીતે ઈશ્વર જીવોના ભોગને માટે આ સૃષ્ટિની રચના કરે છે.

રંગો મેળે મેળે ગોઠવાઈને રંગોળી બની શકતાં નથી તેમ પ્રકૃતિના ગુણો આપમેળે સંયોજાઈને સૃષ્ટિની રચના કરી શકતાં નથી. આસ્થાની ઈચ્છા, ક્રીયા અને જ્ઞાનથી રંગોળી બની તેવી રીતે ઈશ્વરની ઈચ્છા, ક્રીયા અને જ્ઞાનથી સૃષ્ટિ બને છે.


તેની તે રંગોળી દિપકના અજવાસમાં


પરમેશ્વરની આ અદભુત રચના સમ સૃષ્ટિનું આપણે સુપેરે જતન કરીએ..

પરસ્પર પ્રેમ અને સદભાવથી જીવીએ…

દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..


Categories: ઉત્સવ | Tags: , , , , | 4 Comments

Blog at WordPress.com.