સૂત્ર ૯ : જેઓ અનૈતિક અને ભ્રષ્ટ છે, સ્વનિયંત્રણ અને વિશ્વસનિયતા વગરના છે, તેણે પરિવ્રાજકના પિત વસ્ત્રોને છોડી દેવા જોઈએ, ચોક્કસ જ તે આ પરિવેશને લાયક નથી.
સૂત્ર ૧૦ : જેમણે અપવિત્રતાને ધોઈ નાખી છે, સદગુણોથી વિભૂષિત છે અને સ્વનિયંત્રીત તથા વિશ્વસનીય છે, તે ખરેખર સંન્યાસીના પીળા વસ્ત્રો પહેરવાને લાયક છે.
બૌદ્ધ ધર્મએ સંન્યાસ ઉપર ઘણો ભાર મુકેલો. દૈવી સદગુણ પ્રાપ્ત કરવા ઈછતી વ્યક્તિ સતત જગતના કોલાહલ વચ્ચે સાધનામાં પ્રગતિ ન કરી શકે. અહીં જણાવ્યું છે કે જેમણે પોતાની ઈંદ્રિયો અને મન પર કાબુ મેળવ્યો છે અને જે ખરેખર દૈવી સદગુણો અને દિવ્યતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ સંન્યાસ ધારણ કરે તો તેમને તે શોભે છે. જેઓ ભ્રષ્ટ છે, જેમની ઈંદ્રિયો અનિયંત્રિત છે તેવી વ્યક્તિઓએ સંન્યાસ ન લેવો જોઈએ અને કદાચ લીધો હોય તો યે સંન્યાસીનો પરિવેશ છોડીને ફરી પાછા જન સામાન્ય પહેરતા હોય તેવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ.