Daily Archives: 26/10/2012

બંધન અને મુક્તિ

બંધન મને ક્યારેય પસંદ હતુ નહી અને હશે પણ નહીં.

થોડા વર્ષો પહેલાં એક દિવસ કવિતા સમસ્યાઓથી અકળાઈને ધમ પછાડા કરતી ચાલી ગઈ અને કહેતી ગઈ કે હું મારા પિયર જાઉ છું. મને ઈચ્છા થશે ત્યારે હું પાછી આવીશ.

મેં માત્ર એટલું કહ્યું કે :
સારુ.

તે જાજો વખત પિયર રહી ન શકી. તેના પપ્પા અને મોટી બહેને તેને સમજાવી અને તેનો ફોન આવ્યો કે અહીં આવ.

હું સાસરે ગયો. મને કહે હું તમારી સાથે આવું છું.

મે કહ્યું :
સારું.

પ્રારબ્ધ અનુસાર વ્યક્તિઓ આપણાં જીવનમાં આવતી હોય છે અને ચાલી જતી હોય છે.

આવ્યા ત્યારે આનંદ અને જાય ત્યારે શાંતિ.
આટલું સમજાઈ જાય તો જીવન હંમેશા આનંદ અને શાંતિ સભર બની રહે.

Categories: હું અને કવિતા | Tags: , , , | Leave a comment

મૃત્યુંને નજર સમક્ષ રાખનારા લડાઈનો અંત આણે છે

છઠ્ઠું સૂત્ર કહે છે કે : એવા લોકોએ છે કે જેમને ખ્યાલ નથી કે એક દિવસ આપણે ચોક્કસ મૃત્યું પામવાના છીએ. જો કે એવા લોકોએ છે કે જેઓ ને ખ્યાલ છે કે તેઓ એક દિવસ ચોક્કસ મૃત્યું પામવાના છે તેવા લોકો પોતાની લડાઈ બંધ કરે છે.

મહાભારતમાં યક્ષ યુધિષ્ઠીરને પ્રશ્ન પુછે છે કે હે યુધિષ્ઠીર આ જગતમાં સહુથી મોટું આશ્ચર્ય ક્યું છે?

યુધિષ્ઠીર ઉત્તર આપતા કહે છે કે રોજે રોજ નજર સમક્ષ અનેક લોકોને મૃત્યું પામતા જોવા છતાં પ્રત્યેક મનુષ્ય તેવી રીતે વર્તે છે જાણે તે કદી મરવાનો ન હોય અને આ જ બાબત સહુથી વધુ આશ્ચર્યકારક છે.

છઠ્ઠા સૂત્રમાં આ વાતને સહજતાથી કહી છે કે જે લોકો મૃત્યુંને નજર સમક્ષ રાખીને જીવે છે તે બીન જરુરી સંઘર્ષ કરતાં નથી અને અનાવશ્યક લડાઈઓનો અંત આણે છે.

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.