બીજા લોકોના વ્યવહારને કેટલુંક મહત્વ આપવું જોઈએ?

ગઈ કાલે આપણે ધમ્મપદના પ્રથમ બે સૂત્રો વિશે જોયું. શ્રી રાજેશભાઈએ સુચવ્યું કે પરમાત્માને માનવાથી અને તેમની સર્વશક્તિમત્તા સ્વીકારવાથી તથા તેમને આપણાં માતા પિતા માનવાથી સમસ્યા ઉકેલાશે.

જે પરમાત્મા મનસાગોચર હોય તેનો બુદ્ધિ વડે સ્વીકાર કેવી રીતે થઈ શકે? પરમાત્મા આપણી સમક્ષ પ્રગટ થઈને કશું કહેતા નથી અને પ્રગટ થઈને કહે તો આપણી બુદ્ધિ તેમને પરમાત્મા તરીકે સ્વીકારવા તૈયાર નથી થતી.

શ્રી દિપકભાઈ કહે છે કે જે પોતે ખાડામાં પડ્યો હોય તે બીજાને શી રીતે ખાડામાંથી બહાર કાઢી શકે? અથવા તો ખાડાની બહાર રહેલો ખાડામાં પડેલાને બહાર કાઢવાને બદલે પોતે જ ખાડામાં જઈને સુઈ જાય તો કેવી રીતે કોઈનું કલ્યાણ થાય?

આજે હવે આપણે ત્રીજુ અને ચોથું સુત્ર જોઈએ :

ત્રીજું સૂત્ર કહે છે કે : “તેણે મને અપશબ્દો કહ્યાં, તેણે મને ઈજા પહોંચાડી, તેણે મારી ઉપર હકુમત ચલાવી, તેણે મને લુંટી લીધો” જે આવા વિચારોને આશ્રય આપે છે તેનામાંથી ધિક્કાર જતો નથી.

ચોથું સૂત્ર કહે છે કે : “તેણે મને અપશબ્દો કહ્યાં, તેણે મને ઈજા પહોંચાડી, તેણે મારી ઉપર હકુમત ચલાવી, તેણે મને લુંટી લીધો” જે આવા વિચારોને આશ્રય આપતો નથી તેનામાંથી ધિક્કાર ચાલ્યો જાય છે.

આપણાં મનને અશુદ્ધ કરવામાં બીજા લોકોનો વ્યવહાર આપણે કારણરુપ માનતા હોઈએ છીએ. બીજાના વ્યવહારને જો આપણે વધુ પડતું મહત્વ આપી દઈએ તો આપણાં મનની સ્થીરતા ચાલી જાય છે. મન અશુદ્ધ બની જાય છે અને તેમાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે.

હવે આપ જ કહો કે આપણાં મનની શાંતિ ટકાવી રાખવા માટે બીજા લોકોના વ્યવહારને કેટલુંક મહત્વ આપવું જોઈએ?

Categories: ચિંતન | Tags: | 4 Comments

Post navigation

4 thoughts on “બીજા લોકોના વ્યવહારને કેટલુંક મહત્વ આપવું જોઈએ?

 1. આ વાર્તાનો ઉદ્દેશ એ છે કે બીજા કોઈ મદદ ન કરી શકે. આપ્પ દીપો ભવ.

  અંગત સ્તરે, હું મારી જાતને એટલી લાયક નથી સમજતો કે હું મદદ કરી શકું. મારૂં મન કેવું છે તે હું જાણતો નથી એટલે મારૂં મન અશુદ્ધ છે એમ કહેવું ઉચિત છે.

  મૌ સમ કૌન કુટિલ ખલ કામી….સૂરદાસજીએ કહ્યું છે.

  • શ્રી દિપકભાઈ,

   આપણું મન શુદ્ધ છે કે અશુદ્ધ છે તે નક્કી કરવા માટે પ્રથમ બે સૂત્રો કામ લાગી શકે. જો આપણે સતત દુ:ખ અનુભવતા હોઈએ તો આપણું મન અશુદ્ધ ગણાય. જો આપણે સતત સુખ અનુભવતા હોઈએ તો આપણું મન શુદ્ધ ગણાય. જો આપણે સુખ અને દુ:ખના મીશ્ર ભાવ અનુભવતા હોઈએ તો આપણું મન થોડું અશુદ્ધ છે તેમ ગણી શકાય.

   અહીં સુખ અને સગવડ તથા દુ:ખ અને અગવડ વચ્ચે તફાવત છે તે જોઈ શકાય છે. બુદ્ધ રાજકુંવર હોવા છતાં એટલે કે સર્વ સગવડો ધરાવતા હોવા છતા રાજ મહેલમાં સુખ નહોતા અનુભવતા કારણકે ત્યારે તેમના મનમાં અજ્ઞાનની અશુદ્ધિ હશે. જ્યારે બોધિ વૃક્ષ તળે જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાર બાદ ભીક્ષુક રુપે વિહાર કરતા હોવા છતા તેમનું મન જ્ઞાન દ્વારા શુદ્ધ થયું હોવાથી સુખ અનુભવતા હતા.

 2. મારા મિત્ર નિશિથભાઈ કહે છે કે : શુદ્ધ મન હોય તો જ સુખ અનુભવાય તેવું નથી. તામસી લોકો બીજાને હેરાન કરીને સુખ અનુભવતા હોય છે. રાજસી લોકો બીજાનું પડાવી લઈને સુખ અનુભવતા હોય છે. તેથી શુદ્ધ મન હોય તો જ સુખ થાય તે વાત સાચી લાગતી નથી.

  • શ્રી નિશિથભાઈ,

   અહીં શ્રી બુદ્ધ કહે છે કે જેમનું મન શુદ્ધ હોય તેમની પાછળ સુખ પડછાયાની જેમ આવે છે જ્યારે જેમનું મન અશુદ્ધ હોય તેમની પાછળ દુ:ખ બળદ પાછળ જોડાયેલ ગાડાની જેમ આવે છે.

   તેનો અર્થ તેમ લઈ શકીએ કે શુદ્ધ મન દ્વારા જે કાર્ય થશે તેના કાર્ય કારણના નિયમ પ્રમાણે જે ફળ ઉત્પન્ન થશે તે શુભ ફળ હશે અને તેથી શુદ્ધ મનધારી ઈચ્છે કે ન ઈચ્છે તેનો શુભ કર્માશય બંધાતા સુખ તેની સાથે સાથે રહેશે. હવે જેઓ અશુદ્ધ મનના છે જેમ કે તામસી અને રાજસી લોકો બીજાને પીડીને કે બીજાનું પડાવી લઈને કામચલાઉ સુખ તો પ્રાપ્ત કરતા હોય તેમ લાગે છે પણ તેમનો કર્માશય અશુભ બંધાશે પરીણામે તેનું સ્વાભાવિક ફળ દુ:ખ રુપે આવશે. જેમ કે પોલીસ તેનો પીછો કરતી હોય અથવા તો વ્યસનોથી શારીરીક રીતે બીમાર બની ગયા હોય અથવા તો સમાજમાં ધૃણાને પાત્ર હોય. આમ તેની ઈચ્છા હોય કે ન હોય તેના ખાતામાં અશુભ કર્માશયના ફળને લીધે દુ:ખ આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: