આજે ધમ્મપદના સૂત્રોનો અંગ્રેજી અનુવાદ વાંચી રહ્યો હતો. પ્રથમ બે સૂત્રો વાંચ્યા. વાંચ્યા પછી જો વિચારવામાં ન આવે તો વાંચન શા કામનું?
પ્રથમ સૂત્ર કહે છે કે : મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો અશુદ્ધ મન હોય અને બોલવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો જેવી રીતે બળદ સાથે જોડાયેલું ગાડું બળદની પાછળ પાછળ ચાલે છે તેમ દુ:ખ તે માનવીની પાછળ પાછળ ચાલે છે.
બીજું સૂત્ર કહે છે કે : મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો શુદ્ધ મન હોય અને બોલવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો જેવી રીતે મનુષ્યની સાથે તેનો પડછાયો હંમેશા સાથે રહે છે તેવી રીતે સુખ તે માનવીની સાથે સાથે રહે છે.
આ સૂત્રો પર વિચાર કરીએ તો જણાઈ આવે છે કે સુખ અને દુ:ખ માટે કોઈ બાહ્ય પરીબળ કારણરુપ નથી. આપણું શુદ્ધ કે અશુદ્ધ મન જવાબદાર છે.
યક્ષ પ્રશ્ન તે છે કે મનને અશુદ્ધ થતાં કેવી રીતે અટકાવવું અને શુદ્ધ કેવી રીતે કરવું? કોઈ આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે મદદ કરશો?
જોયુ અતુલભાઈ, જે લોકો પરમાત્માથી ડરતા નથી અને પરમાત્માની આજ્ઞાઓને અણદેખી કરતા હોય છે તેઓ માટે સામાન્ય ગણાતા નિયમો યક્ષ પ્રશ્ન બની જાય છે.
પરમાત્મા પરમેશ્વરને હજરા હજુર માનો કેમ કે પરમપિતા પરમેશ્વર સર્વવ્યાપી અને સર્વેશ્વર છે, એમની આંખો આપણા સૌને જોતી રહેતી હોય છે, એમનુ મન આપણા અંતરકરણમાં ઉઠતા દરેકે દરેક વિચારોને જાણી લે છે કેમ કે તેઓ આપણા પિતા અને આપ્ણી માતા છે. અને જગતના દરેકે દરેક મનુશ્યો એમના સંતાનો છે એટલે પુરુષ અન્ય પુરુષને સગ્ગા ભાઈ જેવો માને અને સર્વ સ્ત્રીઓને પોતાની બહેન માને, માને શું, માનવા જ જોઈએ, જો આ નિયમ લોકો અપનાવી લે તો આ જગત જીવવા લાયક બની જશે નહિ તો સામાન્ય પ્રશ્નો યક્ષ પ્રશ્ન બની જશે.
શ્રી રાજેશભાઈ,
પરમાત્માને માનનારા લોકોના મન પણ અશુદ્ધ થતાં મેં જોયા છે. પરમાત્માની આજ્ઞા માનવા માટે અને સમજાવવા માટે પરમાત્માએ શું આપને નિયુક્ત કર્યાં છે? જો તેમ હોય તો પરમાત્માનો આપને આપેલ નિયુક્તિ પત્ર બતાવો. જો તેમ ન હોય તો પછી તમારા કે પરમાત્મા દ્વારા સુચવેલા મનને શુદ્ધ કરવાના અને અશુદ્ધ ન થાય તેવા યોગ્ય ઉપાયો જણાવશો તો આપનો આભારી થઈશ.
“યક્ષ પ્રશ્ન તે છે કે મનને અશુદ્ધ થતાં કેવી રીતે અટકાવવું અને શુદ્ધ કેવી રીતે કરવું? કોઈ આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે મદદ કરશો?
અતુલભાઈ,
તમે ધમ્મપદ વાંચો છો એટલે આ પ્રશ્નના સંદર્ભમાં ઝેન બુદ્ધિઝમની એક નાની વાર્તા અહીં લખું છું જાપાનમાં આવી ઝેન વાર્તાઓ ઘણી પ્રચલિત છે. એ બે-ચાર લીટીમાં જ પતી જાય, કઈં સ્પષ્ટ ન કહ્યું હોય, માત્ર તમારે પોતે જ એનો અર્થ તારવવાનો હોય. આવી ઘણી વાર્તાઓ છે, પણ બે-ત્રણ મન સુધી પહોંચી ગઈ. આમાંથી સૌથી એક સારી વાર્તા અહીં રજુ કરૂં છું –
એક માણસ જતો હતો. રસ્તામાં ખાડો આવ્યો. એનું ધ્યાન નહોતું એ પડી ગયો અને બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો. એની પાછળ બીજો માણસ આવ્યો. એણે એના તરફ હાથ લંબાવ્યો અને ખાડામાં નીચે ઊતરીને પેલાની પડખે સૂઈ ગયો.
સાર – હું પોતે જ પડેલો છું, તો બીજાને મદદ કેમ કરી શકું?