સૃષ્ટિના નિયમો આપણી માન્યતા મુજબ કાર્ય કરતાં નથી. શાણા માણસો સૃષ્ટિના નિયમો પ્રમાણે માન્યતાઓ બદલે છે. અણઘડ અને મુર્ખાઓ પોતાની માન્યતાઓ મુજબ સૃષ્ટિ ચાલે તેવી ઈચ્છા રાખે છે. અન્ય લોકોએ પણ તેમની માન્યતા મુજબની માન્યતા ધરાવવી જોઈએ તેવી બાલીશ અભીલાષા રાખે છે. સાચી હોય કે ખોટી દરેકને પોતાની માન્યતાઓ ધરાવવાનો અબાધિત અધિકાર છે. આવી માન્યતાઓ રજુ કરવા માટેય સહુ કોઈ સ્વતંત્ર છે. અલબત્ત પોતાની માન્યતા અન્યો પર થોપી દેવાનો કોઈને લેશ માત્ર અધિકાર નથી.