જેનો આરંભ હોય તેનો અંત હોય.
જેનો જન્મ હોય તેનુ મૃત્યુ હોય.
અથ હોય તો ઈતિ યે હોવાનું.
જે અનાદિ હોય, અજન્મા હોય, વિભુ હોય, વ્યાપક હોય તેનો આરંભ કે અંત હોતા નથી તેનું અસ્તિત્વ સર્વદા રહે છે.
આપણો જન્મ થયો તે પહેલા આ સૃષ્ટિ ચાલતી હતી. આપણે અત્યારે આ સૃષ્ટિના વિરાટચક્રમાં એક તુચ્છ જંતુ કરતાં કશુંયે વિશેષ મહત્વ ધરાવતા નથી. આપણે નહીં હોઈએ તોયે આ સૃષ્ટિ ચાલતી રહેવાની છે.
જે ક્ષણે મનુષ્ય પોતાનો શુદ્ર અહમ અસ્તિત્વના મહાસાગરમાં વિલિન કરી શકે તે જ ક્ષણે તે વિશ્વનિયંતા સાથે એકાકાર થઈને ભૂમાને પ્રાપ્ત કરી સર્વ શોક અને મોહને તરી સ્વરુપાનંદમાં સ્થિત થઈ જાય છે.
સહુ કોઈને ભૂમા પ્રાપ્ત થાઓ તેવી શુભેચ્છા.