શૌચાલય હોય કે ન હોય કોઈ પણ પ્રાણીને શરીરમાં રહેલ વધારાનો કચરો શરીરની બહાર કાઢ્યાં વગર ન ચાલે. મનુષ્યના મનમાં દ્વેષ, ધૃણા, ઈર્ષા, અસુયા, પક્ષાપક્ષી વગેરે કચરાઓ નીરંતર એકત્રીત થયાં કરતા હોય છે. આપણાં દેશમાં તો જ્યાં સ્થુળ મળને દૂર કરવા માટે અડધો અડધ પ્રજા પાસે શૌચાલય નથી તેવે સમયે આવા માનસીક મળને દૂર કરવા માટેના શૌચાલયો કોણ બનાવશે?