સુર્યની ઉર્જાનો શું શું ઉપયોગ થઈ શકે તે હું સમજી લઉ તો તેના ગુણધર્મોનો હું લાભ લઈ શકું પરંતુ શું તેથી સુર્ય પર મારો અધિકાર થઈ જાય?
લીમડામાં ક્યા ક્યા ગુણ છે તે હું જાણી લઉ તો તેના ગુણોનો યોગ્ય ઉપયોગ કરી શકું પણ તેથી શું લીમડા પર મારો અધિકાર થઈ જાય?
ગુરુત્વાકર્ષણના નિયમોની શોધ કરવાથી શું ગુરુત્વાકર્ષણ બળ ન્યુટન સાથે કોઈ પક્ષપાત કરે ખરું?
ઈશ્વરને કોઈ શોધે કે ન શોધે, કોઈને મળે કે ન મળે પણ તેના પર કોઈનો અધિકાર ન થઈ જાય. તેના નીયમો સર્વને માટે સમાન જ રહે.
જેવી રીતે સાધુ / સંતો / મૌલવીઓ / પાદરીઓ / ધધુપપુઓ વગેરે લોકોને ઈશ્વરે દલાલ તરીકે નીમ્યાં નથી તેવી રીતે પ્રકૃતિએ તેના ગુણધર્મોના શોધકોને તેના દલાલ તરીકે નીમ્યાં નથી. જે લોકો પ્રાકૃતિક તત્વોની પેટન્ટ મેળવીને તેમની પર વિશેષાધિકારનો દાવો કરે છે તે સઘળાં લોકોનો પણ સમગ્ર માનવ જાતના હિતમાં એટલો જ પ્રતિકાર કરવો આવશ્યક છે.
જે રીતે ઈશ્વરના દલાલોએ માનવોને ભયંકર નુકશાન કર્યું છે તેવી રીતે પ્રકૃતિના શોષકો પણ માનવજાત માટે એટલા જ ભયાવહ છે.