Monthly Archives: September 2012

આજનું ચિંતન

પ્રસિદ્ધ હોય તે પ્રસન્ન હોય તેવું જરૂરી નથી તેવી જ રીતે પ્રસન્ન રહેવા માટે પ્રસિદ્ધ હોવું યે બીલકુલ જરુરી નથી.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૫


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

રામાયણ – સ્વામી વિવેકાનંદ

આપણા સહુનું લક્ષ્ય એક જ છે : અનિષ્ટનો વિનાશ. તમે તમારી રીતને અનુસરો, હું મારી રીતને અનુસરીશ. માત્ર આપણે આદર્શનો વિનાશ ન કરવો જોઈએ. પશ્ચિમને હું એમ નથી કહેતો કે તમે મારી રીતને અનુસરો; જરૂર નહીં. લક્ષ્ય એક જ છે, પણ તે પ્રાપ્ત કરવાની રીતો એકસરખી ન પણ હોય. તેથી ભારતના આદર્શો વિશે સાંભળ્યા પછી હું આશા રાખું છું કે તમે એ જ રીતે ભારતને કહેશો : ’અમે જાણીએ છીએ કે આદર્શ તો આપણા બંને માટે યોગ્ય જ છે. તમે તમારા ધ્યેયને અનુસરો; તમે તમારી રીતે તમારા માર્ગે સંચરો; પ્રભુ તમને સહાય કરો !’ પૂર્વ અને પશ્ચિમને મારા જીવનનો સંદેશ એ છે કે આદર્શોની ભિન્નતાના કારણે ઝઘડો ન કરો. હું તમને એમ બતાવવા માંગુ છું કે ગમે તેટલા વિરોધી દેખાતા હોવા છતાં પણ બંનેનું લક્ષ્ય તો એક જ છે. આ જીવનની ભુલભુલામણીમાંથી આગળ વધતા વધતા આપણે સહુ એકબીજાને કહીએ: ’પરમાત્મા તમને સહાય કરો !’


Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | 2 Comments

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૪


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

ચોક્કસ સમયે બ્લોગ પર નવો લેખ કઈ રીતે મુકશો?

ધારો કે તમે એક વ્યસ્ત તબીબ છો. તમે વર્ડપ્રેસમાં બ્લોગ કે વર્ડપ્રેસ પાસેથી ખરીદેલ જગ્યાં દ્વારા વેબ સાઈટ ચલાવો છો. આ ઉપરાંત તમને કવિતા લખવાનો શોખ છે. તમે ઈચ્છો છો કે દર અઠવાડીએ ચોક્કસ દિવસે ચોક્કસ સમયે તમે લખેલી તરોતાજા કવિતા તમારા વાચકો અને પ્રશંસકોને મળી રહે. કવિતા લખવા માટે તો તમને અઠવાડીયાનો સમય મળે છે પણ પ્રગટ ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે કરવી છે તો આ કાર્ય કેવી રીતે કરશો?

ધારોકે તમે એક ઉગતા લેખક કે લેખીકા છો. તમારા લેખ તમારા વાચકો અને પ્રશંસકોને નીયમીત રીતે વાંચવા ગમે છે. જો કે લેખક કે લેખીકા સામાજીક પ્રાણી હોવાથી સ્વાભાવિક છે કે તેને અન્ય જવાબદારીઓ નીભાવવાની હોય. તેવે વખતે તેમની પાસે લેખ તો તૈયાર હોય પણ ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે પ્રગટ કરવા માટે અવકાશ ન હોય. તો તેમના વાચકો અને પ્રશંસકોને રાજી રાખવા તે શું કરી શકે?

ધારોકે તમે કોઈ એક વિષય પર રોજ ચોક્કસ સમયે સળંગ લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છો છો. તો આ કાર્ય તમે કેવી રીતે કરી શકો?

જો તમે વર્ડપ્રેસના બ્લોગર કે સાઈટ ધારક હો તો તમારા માટે આ કાર્ય સરળ બની શકે છે માત્ર વર્ડપ્રેસની થોડીક જાણકારીથી. વર્ડપ્રેસ આપણને Schedule Post પ્રસિદ્ધ કરવાની સગવડતા આપે છે. કેવી રીતે તે થઈ શકે તે હવે જોઈએ :

સહુ પ્રથમ તો તમે તમારા admin A/c માં Log in થાવ.

જેમ કે :

https://bhajanamrutwani.wordpress.com/wp-admin/

જો તમે User Name અને Password યાદ રાખવાનું કહ્યું હશે તો તમે સીધાં જ સંચાલનમાં પહોંચી જશો. નહીં તો તમને User Name અને Password પુછશે. તે આપો.

ત્યાર બાદ

Post માં જઈને નવું ઉમેરો પસંદ કરો.

તેમાં લેખનું યોગ્ય શિર્ષક તથા લેખની વિગત ઉમેરો.

ત્યાર બાદ Publish Immediately ની બાજુમાં રહેલ સંપાદન કરો વિકલ્પ પર ક્લિક કરો.

તેમ કરવાથી તેમાં મહિનો, તારીખ, વર્ષ, કલાક તથા મિનિટ પુછશે.

તમે જે દિવસે આ લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હો તે દિવસ તથા જે સમયે લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હો તે સમય દાખલ કરો.

ત્યાર બાદ OK પર ક્લિક કરો.

ત્યાર બાદ Schedule વિકલ્પ પસંદ કરો. હવે નિશ્ચિંત થઈને તમારા વ્યસ્ત કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ.

બોલો છે ને તમારા વાચકો અને પ્રશંસકોને રાજી રાખવાનો સરળ ઉપાય?

ન સમજાય તો ઈ-મેઈલ એડ્રેસ તો તમારી પાસે છે જ ને? ઈ-મેઈલ કરો :

atuljaniagantuk@gmail.com

લ્યો ત્યારે – સરળ અને સફળ બ્લોગિંગ માટે હાર્દિક શુભેચ્છાઓ 🙂

Categories: ટેકનીકલ/તકનીકી | Tags: , , , , | 1 Comment

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૩


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૨


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

આજનું ચિંતન

પ્રત્યેક પ્રજાને એવા શાસકો જ મળે છે કે જેને માટે તે લાયક હોય.

જેવું ટોળું તેવો નેતા.

જેવી પ્રજા તેવો રાજા.

જેવી શ્રદ્ધા તેવા દેવ.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૧


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

સ્વામી વિવેકાનંદ (ટુંકુ જીવનચરિત્ર) – ૧૦


વધુ આવતી કાલે :


Categories: જીવનચરિત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.