મૃત્યુલોકમાં ૭ અબજ કરતાંયે વધારે માનવીઓ વસે છે. સહુ પોત પોતાની રીતે વિચારે છે અને જે રીતે વર્તવું હોય તે રીતે વર્તવા માટે પોતાની જવાબદારીએ અને જોખમે સ્વતંત્ર હોય છે. આ બધા લોકો શું વિચારે છે અને શું બોલે છે તેને વિશે વિચારવા જઈએ અને તેમાંથી જે યોગ્ય ન લાગે તેનો તેમને જવાબ આપવા જઈએ તો પાગલખાનામાં ભરતી થવું પડે. જેને જેમ વિચારવું હોય તેમ વિચારે અને જેને જેમ બોલવું હોય તેમ બોલે.
આપણે આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આપણું જીવન ઘડવું જોઈએ. ગામના મોઢે ગળણું બાંધવા ન જવાય પણ આપણાં કાનમાં શ્રવણ ફિલ્ટર પહેરી લેવાય.
શ્રવણ ફિલ્ટર એટલે શ્રવણની એવી કળા કે સાંભળેલી વાતોમાંથી બીન જરુરી ભાગને કચરાની માફક ગાળીને ફેંકી દેવો.