ધારો કે તમે એક વ્યસ્ત તબીબ છો. તમે વર્ડપ્રેસમાં બ્લોગ કે વર્ડપ્રેસ પાસેથી ખરીદેલ જગ્યાં દ્વારા વેબ સાઈટ ચલાવો છો. આ ઉપરાંત તમને કવિતા લખવાનો શોખ છે. તમે ઈચ્છો છો કે દર અઠવાડીએ ચોક્કસ દિવસે ચોક્કસ સમયે તમે લખેલી તરોતાજા કવિતા તમારા વાચકો અને પ્રશંસકોને મળી રહે. કવિતા લખવા માટે તો તમને અઠવાડીયાનો સમય મળે છે પણ પ્રગટ ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે કરવી છે તો આ કાર્ય કેવી રીતે કરશો?
ધારોકે તમે એક ઉગતા લેખક કે લેખીકા છો. તમારા લેખ તમારા વાચકો અને પ્રશંસકોને નીયમીત રીતે વાંચવા ગમે છે. જો કે લેખક કે લેખીકા સામાજીક પ્રાણી હોવાથી સ્વાભાવિક છે કે તેને અન્ય જવાબદારીઓ નીભાવવાની હોય. તેવે વખતે તેમની પાસે લેખ તો તૈયાર હોય પણ ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે પ્રગટ કરવા માટે અવકાશ ન હોય. તો તેમના વાચકો અને પ્રશંસકોને રાજી રાખવા તે શું કરી શકે?
ધારોકે તમે કોઈ એક વિષય પર રોજ ચોક્કસ સમયે સળંગ લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છો છો. તો આ કાર્ય તમે કેવી રીતે કરી શકો?
જો તમે વર્ડપ્રેસના બ્લોગર કે સાઈટ ધારક હો તો તમારા માટે આ કાર્ય સરળ બની શકે છે માત્ર વર્ડપ્રેસની થોડીક જાણકારીથી. વર્ડપ્રેસ આપણને Schedule Post પ્રસિદ્ધ કરવાની સગવડતા આપે છે. કેવી રીતે તે થઈ શકે તે હવે જોઈએ :
સહુ પ્રથમ તો તમે તમારા admin A/c માં Log in થાવ.
જેમ કે :
https://bhajanamrutwani.wordpress.com/wp-admin/
જો તમે User Name અને Password યાદ રાખવાનું કહ્યું હશે તો તમે સીધાં જ સંચાલનમાં પહોંચી જશો. નહીં તો તમને User Name અને Password પુછશે. તે આપો.
ત્યાર બાદ
Post માં જઈને નવું ઉમેરો પસંદ કરો.
તેમાં લેખનું યોગ્ય શિર્ષક તથા લેખની વિગત ઉમેરો.
ત્યાર બાદ Publish Immediately ની બાજુમાં રહેલ સંપાદન કરો વિકલ્પ પર ક્લિક કરો.
તેમ કરવાથી તેમાં મહિનો, તારીખ, વર્ષ, કલાક તથા મિનિટ પુછશે.
તમે જે દિવસે આ લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હો તે દિવસ તથા જે સમયે લેખ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હો તે સમય દાખલ કરો.
ત્યાર બાદ OK પર ક્લિક કરો.
ત્યાર બાદ Schedule વિકલ્પ પસંદ કરો. હવે નિશ્ચિંત થઈને તમારા વ્યસ્ત કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ.
બોલો છે ને તમારા વાચકો અને પ્રશંસકોને રાજી રાખવાનો સરળ ઉપાય?
ન સમજાય તો ઈ-મેઈલ એડ્રેસ તો તમારી પાસે છે જ ને? ઈ-મેઈલ કરો :
atuljaniagantuk@gmail.com
લ્યો ત્યારે – સરળ અને સફળ બ્લોગિંગ માટે હાર્દિક શુભેચ્છાઓ 🙂