ખાનગી મંડળીઓના સભ્યો જાણીતા અને અજાણ્યાં લેખોની ઉઠાંતરી કરીને ખુલ્લેઆમ મંડળીમાં પોતાને નામે છાપે છે ! શું કોઈ પુછનાર નથી?

મીત્રો,

આજે મારા ઈ-મેઈલ ના ઈન બોક્ષમાં THE INDIANS મંડળનો એક મેઈલ આવ્યો. આમ તો હું આવા મંડળના લેખ વાંચતો નથી હોતો કારણ કે તેના સભ્યો જ્યાં ત્યાંથી લેખની ઉઠાંતરી કરીને પછી પોતાના નામે રજુ કરી દેતાં હોય છે.

આજના મેઈલનું શીર્ષક વાંચીને હું ચોંક્યો.

શું આપણે આઝાદ થયા છીએ?

મારા સ્મૃતિપટમાં ઝણઝણાટી થઈ. થયું કે આ શિર્ષક તો ક્યાંક વાંચેલુ છે. યાદ આવ્યું કે આ તો કુરુક્ષેત્રના આપણાં વહાલા બાપુ શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલના લેખનું શિર્ષક છે. તરત જ પહોંચ્યો તે લેખ વાંચવા. જોયું તો શ્રી ઘનશ્યામભાઈ જાનીએ આખે આખો લેખ પોતાના નામે મંડળીમાં ઠપકારી દીધેલો.

http://theindians.co/profiles/blog/show?id=3499594%3ABlogPost%3A992513&xgs=1&xg_source=msg_share_post



સારા વિચારો ફેલાય તે સારી વાત છે પણ તે માટે મુળ લેખકનું નામ રદ કરીને પોતાનું નામ લખવું કેટલે અંશે વ્યાજબી છે? આ પ્રકારે ઉઠાંતરી કરનારાઓને શું કોઈ પુછનાર નથી?


મુળ લેખ આપને નીચેની લિંક પરથી વાંચવા મળશે.
શું આપણે આઝાદ થયા છીએ?


Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, પ્રશ્નાર્થ, હેલ્લારો | Tags: | 4 Comments

Post navigation

4 thoughts on “ખાનગી મંડળીઓના સભ્યો જાણીતા અને અજાણ્યાં લેખોની ઉઠાંતરી કરીને ખુલ્લેઆમ મંડળીમાં પોતાને નામે છાપે છે ! શું કોઈ પુછનાર નથી?

  1. Thank you very much Atulbhai..

    • શ્રી ભુપેન્દ્રસિંહજી,
      તમારા લગભગ દરેક લેખ હું રસપૂર્વક વાંચતો હોઉ છું. ઘણી વખત તો લાંબા અંતરાલ સુધી જો નવો લેખ વાંચવા ન મળે તો થાય કે બાપુ કેમ દેખાતા નહીં હોય. આજે અચાનક આ લેખ ઘનશ્યામભાઈના નામે જોઈને મને થયું કે આ તો ખોટું થાય છે.

  2. મેં આ ગ્રુપમાં લેખ નીચે કોમેન્ટ્સ લખી હતી. ડીસ્કશન પણ મુકેલું. પછી આ લેખ તેમાં દેખાતો નથી. લાગે છે સંચાલકે ઉઠાવી લીધો હશે. ઘનશ્યામભાઈએ ફેસબુકમાં મારા મેસેજના જવાબમાં માફી માંગી છે. ઈંડિયન ગ્રુપમાં હું પણ છું જ. પણ ખાસ એમાં જતો નથી અને એની આવેલા મેઈલ્સ પણ ચોકસાઈથી જોતો નથી. મેં જોયા વગર ડીલીટ કરી નાખી હશે. જાણ કરવા બદલ અને પોસ્ટ મુકવા બદલ ખૂબ ખૂબ આભાર.

  3. one may watch out news media.They may get all free ideas from bloggers and write news articles and earn their lively hood.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: