ચર્ચા વિચારણાં જ્યાં સુધી કશુંક નવું જાણવા માટે અને સમજણ સુધારવા માટે થાય ત્યાં સુધી તે ફાયદાકારક રહે છે. જ્યારે તે પોતાનો મત સાચો છે તેવો હઠાગ્રહ અથવા તો બીજાનો મત ખોટો છે તેવો દુરાગ્રહ સેવવા માટે થાય છે ત્યાંરે તે ચર્ચા-વિચારણાં ન રહેતાં ફુંફાડા મારતો ઝેરી વિતંડાવાદ બની જાય છે.
શાણાં માણસો આવી ઉપદ્રવી ચર્ચા દરમ્યાન મૌન ધારણ કરે છે અને મુર્ખાઓ આવી ચર્ચા-વિચારણાં દરમ્યાન પોતાની પીપુડી વગાડી વગાડીને બળતામાં ઘી હોમ્યાં કરે છે.
શાણપણ વારસામાં નથી મળતું તે તો અનુભવ અને અવલોકનથી પ્રાપ્ત થાય છે.