આપણે શેમાં માનીએ છીએ – સ્વામી વિવેકાનંદ

શિકાગો, ૩જી માર્ચ ૧૮૯૪ના રોજ લખેલ પત્રના થોડા અંશો અત્રે પ્રસ્તુત છે. સમગ્ર પત્ર વાંચવા પત્રને છેડે આપેલી લિંક પર ક્લિક કરશો.


શ્રદ્ધા એક અજબ અંતદૃષ્ટિ છે અને ઉદ્ધાર તે જ કરી શકે છે; પરંતુ તેમાં ધર્માંધતા ઉત્પન્ન કરીને આગળની પ્રગતિને રોકી દેવાનો ભય છે.

જ્ઞાન બરાબર છે, પરંતુ શુષ્ક તર્કવાદ બની જવાનો પણ ભય છે.

પ્રેમ એક મહાન અને ઉદાત્ત ભાવ છે, પરંતુ તેમાં અર્થહીન ઊર્મિલતામાં લુપ્ત થઈ જવાનો ભય રહેલો છે.

આ બધાનો સમન્વય એ જ જરુરી વસ્તુ છે.

જે કંઈ ઉન્નતિને રૂંધે છે કે અધોગતિ લાવે છે તે જ દુર્ગુણ છે; જે કંઈ ઊંચે ચડવામાં અને બીજા સાથે સુમેળ સાધવામાં મદદરૂપ થાય છે તે જ ગુણ છે.

આપણે માનીએ છીએકે દરેક વ્યક્તિ દિવ્ય છે, ઈશ્વર છે. દરેક આત્મા અજ્ઞાનનાં વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો છે; આત્મા વચ્ચેનો ભેદ આ વાદળોનાં થરોની ઘનતાને લીધે છે. આપણે માનીએ છીએ કે સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ બધા ધર્મોનો પાયો આ છે. અને ભૌતિક, બૌદ્ધિક કે આધ્યાત્મિક ભૂમિકામાં થયેલી માનવ પ્રગતિના સમગ્ર ઈતિહાસનો અર્થ આ છે – ભિન્ન ભિન્ન ભૂમિકામાં એક જ આત્મા પ્રગટ થાય છે.

કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ.

ધર્મ એટલે પૂર્વથી જ માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ.

દરેક સામાજિક બાબતમાં માથું મારીને લાખો લોકોને દુ:ખી કરવાનો પુરોહિતોને શો અધિકાર હતો?

તમે ક્ષત્રિયો માંસાહારી છે એમ કહો છો. તેઓ માંસ ખાય કે ન ખાય, પરંતુ હિંદુ ધર્મમાં જે કંઈ ભવ્ય અને સુંદર છે તે બધાંના સર્જક તેઓ હતા. ઉપનિષદો કોણે લખ્યાં? રામ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? બુદ્ધ કોણ હતા? જૈનોના તીર્થંકરો કોણ હતા? જ્યારે જ્યારે ક્ષત્રીઓએ ધર્મનો ઉપદેશ કર્યો છે ત્યારે તેઓએ તે સહુ કોઈને કર્યો છે; અને જ્યારે જ્યારે બ્રાહ્મણોએ કંઈ પણ લખ્યું છે ત્યારે ત્યારે તેઓએ બીજાના કોઈ પણ હક્ક સ્વીકાર્યા નથી. ગીતા કે, વ્યાસના સૂત્રો તમે વાંચો, અગર કોઈ પાસે વંચાવો. ગીતામાં તમામ સ્ત્રીપુરુષો, બધા વર્ણો અને પ્રજાઓ માટે માર્ગ ખૂલ્લો રખાયો છે, પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ, વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ કરે છે. શું ઈશ્વર તમારા જેવો બીકણ અને મૂર્ખ છે કે તેની દયાની સરિતાનો પ્રવાહ માંસના એક લોચાથી રોકાઈ જાય? જો ઈશ્વર તેવો હોય તો તેની એક કોડીની પણ કિંમત નથી.

નવા આદર્શનો, નવા સિદ્ધાંતનો, નવ જીવનનો ઉપદેશ આપો. કોઈ વ્યક્તિની અગર કોઈ રીતરિવાજની વિરુદ્ધ પ્રચાર કરો નહીં. જ્ઞાતિભેદ અગર બીજા કોઈ સામાજિક દુષણોની તરફેણ કે વિરુદ્ધમાં પ્રચાર કરો નહીં. આ બધાંથી દૂર રહેવાનો જ ઉપદેશ આપો, એટલે બધું આપોઆપ બરાબર થઈ જશે.

મારા બહાદુર, દૃઢ નિશ્ચયી અને પ્રેમાળ આત્માઓ ! તમને સહુને મારા આશીર્વાદ.


આપણે શેમાં માનીએ છીએ – સ્વામી વિવેકાનંદ


Categories: પત્રો/પત્ર વ્યવહાર, સ્વામી વિવેકાનંદ | Tags: , , | 22 Comments

Post navigation

22 thoughts on “આપણે શેમાં માનીએ છીએ – સ્વામી વિવેકાનંદ

 1. અતુલભાઈ,
  આ લેખની લિંક મેં ‘અભીવ્યક્તી’ પર હાલમાં ચાલતી ચર્ચામાં ‘ઈતર વાચન’ તરીકે મૂકી છે. આવી સશક્ત, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર વાનગી તો સ્વામી વિવેકાનંદ જ પીરસી શકે. આભાર.

  • શ્રી દિપકભાઈ,

   સ્વામી વિવેકાનંદે તેમના ટુંકા જીવનકાળ દરમ્યાન ઘણું બધું કાર્ય કર્યું છે અને એવી એવી વાનગીઓ પીરસતાં ગયાં છે કે જેમાંથી આજેય બુદ્ધિને પુરતાં વિટામીન અને પ્રોટીન મળી શકે.

   ’અભીવ્યક્તિ’ પરની ચર્ચા થોડી ઘણી વાંચી. જો કે ગુજરાતીમાં ચર્ચા ઘણી ઓછી થાય છે. નીરવભાઈ કહે છે કે તેમના પૂર્વજોનો શબ્દભંડોળ માત્ર ૨૦૦૦ શબ્દોમાં પુરો થઈ જતો હતો. ગુજરાતી બ્લોગ પરની ચર્ચા પણ જો આ રીતે અંગેજીમાં જ ચાલતી રહેશે તો ભવિષ્યમાં સામાન્ય જનો કે જેઓ માત્ર એક જ ભાષા પર પ્રભુત્વ ધરાવે છે તેવા લોકો બૌદ્ધિક ચર્ચાથી વિમુખ થઈ જાય તેવી શક્યતા રહે છે. ચર્ચા વાંચવા કોઈ અંગ્રેજી શીખવાને બદલે ચર્ચા વાંચવાનું છોડી દેવાનું જ વધારે પસંદ ન કરે?

   • તદ્દન સાચી વાત છે, “અભિવ્યક્તિ” પર ઈંગ્લીશનુ પ્રદુશણ એટલુ બધુ વધી ગયુ છે કે એને વાંચવાનો કંટાળો આવે છે અને સમયાભાવે મહાનુભાવોના ઉત્તમ વિચારો મુકી દેવા પડે છે….. …

 2. પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ, વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ કરે છે. ?????

  • શ્રી અનિલભાઈ,
   આધુનિક ભારતમાં ધર્મના માર્ગે સામાજિક સુધારાના બે મહા પ્રયત્ન થયા. એક હતા સ્વામી વિવેકાનંદ અને બીજા સ્વામી દયાનંદ સરસ્વતી. આમાંથી સ્વામી વિવેકાનંદે વેદાંતનો માર્ગ લીધો અને સ્વામી દયાનંદે વેદોનો. એમણે આ જ કારણે યજ્ઞોને પ્રોત્સાહન આપ્યું. વેદાંત ચિંતન વેદથી જુદું પડે છે. આથી સ્વામી વિવેકાનંદે અમુક અર્થઘટન કર્યું. કારણ કે વેદમાં શૂદ્રોને ‘પુરુષ’ના પગમાંથી પેદા થયા. અહીં સંદર્ભ સ્પષ્ટ નથી એટલે કઈં ન કહી શકાય કે વિવેકાનંદ શું કહેવા માગે છે. પરંતુ એમનો અર્થ આ જ હોવો જોઈએ એમ માનું છું. કારણ કે આના આધારે જ આપણેત્યાં વર્ણવ્યવસ્થા ચાલુ રહી છે. આધુનિક વિદ્વાનો તો એમ પણ માને છે કે વેદમાં આ ભાગ પ્રક્ષિપ્ત છે.

  • શ્રીમદ ભગવદ ગીતામાં ચાર વર્ણની અને તે સહુના ગુણ અને કર્મને આધારે વર્ણની વાત આવે છે. તેમાં ઈશ્વર પ્રાપ્તિ અને શ્રેય તેમ જ પ્રેયનો સહુને સમાન અધિકાર આપવામાં આવેલ છે. જન્મના આધારે કોઈની મૂલવણી કરવામાં આવી નથી. જન્મે બધાં જ શૂદ્ર હોય છે અને ધીરે ધીરે ઉત્તમ ગુણો અને કર્મથી મનુષ્યે વૈશ્યત્વ, ક્ષત્રીયત્વ, બ્રાહ્મણત્વ અને અંતે કૈવલ્ય પામવાનું લક્ષ્ય હોય છે.

   વેદવ્યાસજીએ જન્મને આધારે શૂદ્રોને શાસ્ત્રાભ્યાસની મનાઈ ફરમાવી દીધી. મનુષ્ય તરીકે જન્મ લેનાર દરેક વ્યક્તિને જન્મને આધારે શા માટે કોઈ પણ બાબતથી વંચિત રાખવા જોઈએ. તેવી રીતે મંદિરમાં શૂદ્રો પરનો પ્રતિબંધ આજેય કેટલીક જગ્યાંએ જોવા મળે છે. આ બધાના મુળ કારણો જન્મને આધારે મનુષ્યની મૂલવણી છે.

   વેદાંત અને સ્વામી વિવેકાનંદ કહે છે કે દરેક વ્યક્તિમાં દિવ્યતા સૂપ્તપણે રહેલી છે અને ભીતર રહેલી આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી તે મનુષ્ય જીવનનું ધ્યેય છે. તો પછી જન્મને આધારે કોઈને ય પ્રતિબંધિત કરવાનો શું અર્થ હતો?

 3. જ્યારે જ્યારે બ્રાહ્મણોએ કંઈ પણ લખ્યું છે ત્યારે ત્યારે તેઓએ બીજાના કોઈ પણ હક્ક સ્વીકાર્યા નથી.

  ગીતા કે, વ્યાસના સૂત્રો તમે વાંચો, અગર કોઈ પાસે વંચાવો.
  ગીતામાં તમામ સ્ત્રીપુરુષો, બધા વર્ણો અને પ્રજાઓ માટે માર્ગ ખૂલ્લો રખાયો છે,
  પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ(ને), વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ(બ્રાહ્મણો-પુરીહીતો) કરે છે.

  માત્ર કૌંસ માં લખેલો જો-(ને )ઉમેરીને -મેં ફરીથી આખું લખાણ વાંચ્યું- તો રહસ્ય સમજાયું.

  આપના બ્લોગ પર આવી કોમેન્ટ(મારા સ્વભાવ વિરુદ્ધ) લખવા માફી ચાહું છું..

  આપનું ઇમેલ એડ્રેસ આપવું હોય તો જ- આપશો – તો સ્વામી જી ના ચાહક તરીકે આપની સાથે વાત કરવાનું ગમશે.

  આ લખાણ નું ઓરીજીનલ અગ્રેજી નું વર્ઝન ક્યાં વાંચવા મળે ? નેટ પર મળતું નથી.
  મને લાગે છે-કે ક્યાંક ભાષાંતર માં કૈક ખૂટે છે.

  મારું ઇમેલ- sanyasi23@hotmail.com છે.

  • ભાષાંતરમાં કશુંક ખૂટે છે. ખાસ કરીને વ્યાસનો ઉલ્લેખ આવે છે ત્યાં.
   તમે સુધારો કર્યો છે, તે બરાબર છે. અર્થ સ્પષ્ટ થાય છે.
   આભાર.
   આ સાથે મારી બીજી (નીચેની) કૉમેન્ટ પણ વાંચવા વિનંતિ છે.

 4. Reference–http://www.vivekananda.net/knownletters/1894Jan_July.html

  I have received Kidi’s letters. With the question whether caste shall go or come I have nothing to do. My idea is to bring to the door of the meanest, the poorest, the noble ideas that the human race has developed both in and out of India, and let them think for themselves. Whether there should be caste or not, whether women should be perfectly free or not, does not concern me. “Liberty of thought and action is the only condition of life, of growth and well-being.” Where it does not exist, the man, the race, the nation must go down.

  don’t know how to translate……Could you please ????

  • શ્રી અનિલભાઈ,
   નીચે અનુવાદ કરવાની કોશિશ કરી છે; ચાલે એમ છે?
   ૦૦૦૦૦
   “મને કિડીના પત્રો મળ્યા છે. નાતજાત જશે કે આવશે, તેની સાથે મને કશી લેવાદેવા નથી. મારો વિચાર સૌથી અદના, સૌથી ગરીબને બારણે એ ઉત્તમ વિચારો પહોંચાડવાનો છે કે માનવજાતિનો ભારતમાં અને ભારત બહાર વિકાસ થયો છે, અને હું એમને પોતાની જાત વિશે વિચારવા સમર્થ બનાવવા માગું છું. નાતજાત હોવાં જોઇએ કે નહીં, સ્ત્રીઓ સંપૂર્ણપણે મુક્ત હોવી જોઈએ કે નહીં – મને એની સાથે કશું લાગતુંવળગતું નથી. વિચાર અને કાર્યની સ્વતંત્રતા જ જીવનની એકમાત્ર શરત છે. એ જ્યાં ન હોય તે માણસ, એ જાતિ, એ રાષ્ટ્રનું પતન થયા વિના નહીં રહે.”

 5. ખુબ જ સુંદર અનુવાદ…….આભાર….

  મારી આદત કોમેન્ટ લખવાની નથી….
  પરંતુ આ સુંદર બ્લોગ હું વાંચું છું…ઘણું બધું ઘણું સરસ છે. એક રેફરન્સ તરીકે વપરાય તેવું.
  મહેનત લાજવાબ છે….
  અને એમાં વ્યાસજી પર -આંગળી ઊંચકાય ….એ જરા અજુગતું લાગ્યું….એટલે લખ્યું..
  બાકી મારી બુદ્ધિક્ષમતા એટલી નથી કે …હું ચર્ચા એ ચડું…

  વેદ કે વેદાંત ની મેં ચોપડી ઓ જ કેવી હોય તે જોયી નથી. ફોટા એ જોયા નથી.સંસ્કૃત વાંચી શકું -કદાચ-એટલું જ.
  એટલે ..અહીં વેદ-કે-વેદાંત-હું વધુ ચર્ચા કેવી રીતે કરી શકું ?

  વિવેકાનંદ ને મેં ઘણા વાંચ્યા છે-પણ મને ક્યાંય-તેમણે વ્યાસજી સામે આંગળી કરી હોય તે યાદ આવતું નથી…

  ફરી એક વાર …સોરી, ટુ બોધર યુ.
  ઇટ વોઝ નાઈસ ટોકિંગ વિથ યુ….

 6. શ્રી અનીલભાઈ / શ્રી દિપકભાઈ,

  સ્વામી વિવેકાનંદ, શ્રી કૃષ્ણ અને શ્રી વેદવ્યાસજી પ્રત્યે મને સંપુર્ણ માન છે. અહીં મુળ લેખ અંગ્રેજીમાં છે તે નીચે આપુ છું. ઉપરોક્ત ભાષાંતર શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. નીચેના લેખનું ભાષાંતર ખાસ તો વિવાદાસ્પદ ફકરાનું શ્રી દિપકભાઈ કરી આપશે તો ગમશે. સદીઓથી ચાલી આવતી પરંપરાઓમાં ક્યાંક સારુ હોય તો ક્યાંક તેમાં ખામીયે હોય. તે વખતની પરિસ્થિતિ પ્રમાણે શ્રી વેદવ્યાસજીએ વ્યાસ-સૂત્રો લખ્યાં હશે. વ્યાસ-સૂત્રોનો તો મનેય અભ્યાસ નથી તેથી તેમાં શું કહ્યું છે તે તો વાંચીએ ત્યારે જ ખ્યાલ આવે. સમયે સમયે પરિવર્તનો આવ્યાં છે અને આવતાં રહેવા જોઈએ.

  http://www.swargarohan.org/

  સ્વર્ગારોહણ પરથી તમને શ્રી યોગેશ્વરજીનું સાહિત્ય મળશે. તેઓ તાજેતરમાં જ અવતરિત મહાપુરુષો માહેના એક હતાં. તેમની વેદવ્યાસજી સાથે મુલાકાત થયેલ અને તેમણે હાલની પરિસ્થિતિમાં શૂદ્રો પણ શાસ્ત્ર કે ભગવદ ગીતા વાંચે તો વાંધો નથી તેવી શ્રી વેદવ્યાસજી પાસેથી મંજુરી મેળવી છે. આ મંજુરી મળવી તે આનંદની વાત છે પણ સાથે સાથે તે એમ પણ સુચવે છે કે તેમને પહેલા આ અધિકારો આપવામાં નહોતા આવ્યાં. વર્ણ વ્યવસ્થાનો હાલમાં કોઈ અર્થ રહ્યો નથી તેમ છતાં તેના પરીણામો હજુએ આપણે સહન કરવા પડે છે તે ય એક વાસ્તવિકતા છે.

  WHAT WE BELIEVE IN

  (Written to “Kidi” on March 3, 1894, from Chicago.)

  I agree with you so far that faith is a wonderful insight and that it alone can save; but there is the danger in it of breeding fanaticism and barring further progress.

  Jnâna is all right; but there is the danger of its becoming dry intellectualism. Love is great and noble; but it may die away in meaningless sentimentalism.

  A harmony of all these is the thing required. Ramakrishna was such a harmony. Such beings are few and far between; but keeping him and his teachings as the ideal, we can move on. And if amongst us, each one may not individually attain to that perfection, still we may get it collectively by counteracting, equipoising, adjusting, and fulfilling one another. This would be harmony by a number of persons and a decided advance on all other forms and creeds.

  For a religion to be effective, enthusiasm is necessary. At the same time we must try to avoid the danger of multiplying creeds. We avoid that by being a nonsectarian sect, having all the advantages of a sect and the broadness of a universal religion.

  God, though everywhere, can be known to us in and through human character. No character was ever so perfect as Ramakrishna’s, and that should be the centre round which we ought to rally, at the same time allowing everybody to regard him in his own light, either as God, saviour, teacher, model, or great man, just as he pleases. We preach neither social equality nor inequality, but that every being has the same rights, and insist upon freedom of thought and action in every way.

  We reject none, neither theist, nor pantheist, monist, polytheist, agnostic, nor atheist; the only condition of being a disciple is modelling a character at once the broadest and the most intense. Nor do we insist upon particular codes of morality as to conduct, or character, or eating and drinking, except so far as it injures others.

  Whatever retards the onward progress or helps the downward fall is vice; whatever helps in coming up and becoming harmonised is virtue.

  We leave everybody free to know, select, and follow whatever suits and helps him. Thus, for example, eating meat may help one, eating fruit another. Each is welcome to his own peculiarity, but he has no right to criticise the conduct of others, because that would, if followed by him, injure him, much less to insist that others should follow his way. A wife may help some people in this progress, to others she may be a positive injury. But the unmarried man has no right to say that the married disciple is wrong, much less to force his own ideal of morality upon his brother.

  We believe that every being is divine, is God. Every soul is a sun covered over with clouds of ignorance, the difference between soul and soul is owing to the difference in density of these layers of clouds. We believe that this is the conscious or unconscious basis of all religions, and that this is the explanation of the whole history of human progress either in the material, intellectual, or spiritual plane — the same Spirit is manifesting through different planes.

  We believe that this is the very essence of the Vedas.

  We believe that it is the duty of every soul to treat, think of, and behave to other souls as such, i.e. as Gods, and not hate or despise, or vilify, or try to injure them by any manner or means. This is the duty not only of the Sannyasin, but of all men and women.

  The soul has neither sex, nor caste, nor imperfection

  We believe that nowhere throughout the Vedas, Darshanas, or Purânas, or Tantras, is it ever said that the soul has any sex, creed, or caste. Therefore we agree with those who say, “What has religion to do with social reforms?” But they must also agree with us when we tell them that religion has no business to formulate social laws and insist on the difference between beings, because its aim and end is to obliterate all such fictions and monstrosities.

  If it be pleaded that through this difference we would reach the final equality and unity, we answer that the same religion has said over and over again that mud cannot be washed with mud. As if a man can be moral by being immoral!

  Social laws were created by economic conditions under the sanction of religion. The terrible mistake of religion was to interfere in social matters. But how hypocritically it says and thereby contradicts itself, “Social reform is not the business of religion”! True, what we want is that religion should not be a social reformer, but we insist at the same time that society has no right to become a religious law-giver. Hands off! Keep yourself to your own bounds and everything would come right.

  Education is the manifestation of the perfection already in man.

  Religion is the manifestation of the Divinity already in man.

  Therefore the only duty of the teacher in both cases is to remove all obstructions from the way. Hands off! as I always say, and everything will be right. That is, our duty is to clear the way. The Lord does the rest.

  Especially, therefore, you must bear in mind that religion has to do only with the soul and has no business to interfere in social matters; you must also bear in mind that this applies completely to the mischief which has already been done. It is as if a man after forcibly taking possession of another’s property cries through the nose when that man tries to regain it — and preaches the doctrine of the sanctity of human right!

  What business had the priests to interfere (to the misery of millions of human beings) in every social matter?

  ——————————————————————————
  You speak of the meat-eating Kshatriya. Meat or no meat, it is they who are the fathers of all that is noble and beautiful in Hinduism. Who wrote the Upanishads? Who was Râma? Who was Krishna? Who was Buddha? Who were the Tirthankaras of the Jains? Whenever the Kshatriyas have preached religion, they have given it to everybody; and whenever the Brahmins wrote anything, they would deny all right to others. Read the Gitâ and the Sutras of Vyâsa, or get someone to read them to you. In the Gita the way is laid open to all men and women, to all caste and colour, but Vyasa tries to put meanings upon the Vedas to cheat the poor Shudras. Is God a nervous fool like you that the flow of His river of mercy would be dammed up by a piece of meat? If such be He, His value is not a pie!
  ——————————————————————————–
  Hope nothing from me, but I am convinced as I have written to you, and spoken to you, that India is to be saved by the Indians themselves. So you, young men of the motherland, can dozens of you become almost fanatics over this new ideal? Take thought, collect materials, write a sketch of the life of Ramakrishna, studiously avoiding all miracles. The life should be written as an illustration of the doctrines he preached. Only his — do not bring me or any living persons into that. The main aim should be to give to the world what he taught, and the life as illustrating that. I, unworthy though I am, had one commission — to bring out the casket of jewels that was placed in my charge and make it over to you. Why to you? Because the hypocrites, the jealous, the slavish, and the cowardly, those who believe in matter only, can never do anything. Jealousy is the bane of our national character, natural to slaves. Even the Lord with all His power could do nothing on account of this jealousy. Think of me as one who has done all his duty and is now dead and gone. Think that the whole work is upon your shoulders. Think that you, young men of our motherland, are destined to do this. Put yourselves to the task. Lord bless you. Leave me, throw me quite out of sight. Preach the new ideal, the new doctrine, the new life. Preach against nobody, against no custom. Preach neither for nor against caste or any other social evil. Preach to let “hands off”, and everything will come right.

  My blessings on you all, my brave, steadfast, and loving souls.

  • મારા કમ્પ્યુટરમાં J અક્ષર ટાઇપ કરવામાં મુશ્કેલી પડે છે. રહી જાય છે એટલે ભૂલ પણ રહી જાય છે. ઉપરની કૉમેન્ટ જ સુધારીને ફરી ચોંટાડું છું.

   પ્રિય અતુલભાઈ,
   આ તો એ જ છે, જે તમે આપ્યું છે. મૂળ અનુવાદ સારો છે. એક જ જગ્યાએ વાક્ય તૂટતું હતું, એટલે મેં લખ્યું હતું કે કઈંક ખૂટે છે. બાકી સ્વામીજીના વિચારો બહુ સારી રીતે અનુવાદમાં ઝિલાયા છે. નવા અનુવાદની જરૂર નથી.

   આમ છતાં તમને જરૂરી લાગતું હોય તો હું બીજી સપ્ટેમ્બર સુધી બહાર રહીશ એટલે તે પછી કરી શકીશ. પહેલી કૉમેન્ટ કાઢી નાખશો અથવા ભૂલ સુધારી લેશો.

   • શ્રી દિપકભાઈ,

    આમ તો તે ફકરાનો અનુવાદ બરાબર થયો હોય તેવું લાગે છે તેથી મારી દૃષ્ટિએ ફરીથી અનુવાદ કરવાની આવશ્યકતા નથી. આપનો કિંમતી સમય અન્ય નાવિન્ય સભર વિષય પરની પોસ્ટ લખવામાં ખર્ચાય તે વધારે અગત્યનું હોવાથી ફરીથી અનુવાદ નહીં કરો તો ચાલશે. જો કે ટુંક સમયમાં એકાદ નવી પોસ્ટ વાંચવાની અપેક્ષા તો રહેશે.

   • દિપકભાઈ, એક વણમાગી સલાહ આપુ છુ કે, કીબોર્ડ ને બ્લોઅર દ્વારા સફાઈ કરાવી દો, ઘણી વખત ‘કી’ ની નીચે રજકણો ભરાઈ જવાથી આવુ થતુ હોય છે અને છતાંય કામ ન આવે તો નવુ તો લઈ લેવુ જ પડશે નહિ તો અમને અમુલ્ય લ્હાવો ક્યાંથી મળશે?

 7. એક આડ વાત –

  સ્વામી વિવેકાનંદ જન્મે ક્ષત્રીય હતા. શ્રી રામકૃષ્ણ પરમહંસ જન્મે બ્રાહ્મણ હતાં. સમયે સમયે પરિવર્તનો આવતાં હોય છે. મહાભારત કાળમાં શ્રી કૃષ્ણ ક્ષત્રીય છે અને તેમનો ઉપદેશ વેદવ્યાસજી કે જે બ્રાહ્મણ છે તે લોકો સમક્ષ ભગવદગીતામાં દ્વારા રજુ કરે છે. સાંપ્રત સમયે શ્રી રામકૃષ્ણ પરમહંસ નો સંદેશો સ્વામી વિવેકાનંદે લોકો સમક્ષ પ્રગટ કર્યો છે.

  વ્યક્તિત્વનો કેટલો વિકાસ કરી શકાય છે તે જ મહત્વનું છે. વર્ણ વગેરે બાબતો વ્યક્તિગત વિકાસ માટે અર્થહીન છે. સમાજ વ્યવસ્થામાં વર્ણ, જ્ઞાતિ વગેરેનો ફાળો હોઈ શકે.

 8. લાલાજી.
  આભાર.
  આપની શાંતિ નો ભંગ કરવાની ધૃષ્ટતા બદલ અને વિવાદ જગાડવા બદલ પહેલાં પણ મેં માફી માગી હતી.
  કોઈ પણ જાતના ખરાબ આશય વગર -બિલકુલ કોઈ -તે ક્ષણે -ભૂલ થી મારાથી લખાઈ ગયું.
  આવ્યો હતો -સાધન ચતુષ્ટ્ય -ના રેફરન્સ માટે વિવિક ચુડામણી જોવા-અને ભૂલ થી તે નજરે ચડી ગયું.
  થોડો- -ખળભળાટ થયો- (જે થવો ના જોઈએ-પણ થઇ ગયો) અને મારા સ્વભાવ વિરુદ્ધ લખાઈ ગયું.
  હવે વિવેક ચુડામણી મેં ડાઉનલોડ કર્યું છે.(તેના માટે -પણ આભાર)
  એટલે ફરીથી માફી માગી -અને ફરીથી તમારી શાંતિ માં પથરો નહિ નાખું- એની ગેરંટી આપી અને વિરમું.

  • શ્રી અનીલભાઈ,

   કશી ભૂલ થઈ નથી તેથી માફી માંગવાની કોઈ વાત ન હોવી જોઈએ.

   જો આપણે ન સમજાય તેવી બાબત કે વિવાદાસ્પદ લાગે તેવા મુદ્દાઓ પર ચર્ચા ન કરીએ તો તે મુદ્દાઓનું સ્પષ્ટીકરણ ન થઈ શકે. વેદવ્યાસજીને આપણે અત્યંત સન્માનનીય ગણીએ છીએ આવું જ બહુમાન આપણે અન્ય મહાનુભાવોનું યે કરતાં હોઈએ છીએ. છતાં આપણે તે સમજવું જોઈએ કે આ બધા મહાપુરુષોયે આપણી જેવા મનુષ્યો જ હતાં. જો તેઓ મહાન હોય તો આપણે ય તેમની જેટલા મહાન થઈ શકીએ અથવા તો તેઓને પણ આપણી જેવા સામાન્ય જ ગણવા જોઈએ. જીવમાંથી શિવ થવાનું સ્વપ્ન ભારતીય સંસ્કૃતિમાં અનાદી કાળથી ચાલતું આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને મહાન માની લેવાથી તેઓ જે કાઈ કહે તે આપણે સીધે સીધું ગ્રહણ ન કરી શકીએ. દરેક બાબતમાંથી સારા સાર તો આપણે આપણી વિવેક બુદ્ધિ અને પ્રકૃતિ અનુસાર તારવવો જોઈએ.

   આવતાં રહેજો અને જ્યારે પણ ખળભળાટ થાય ત્યારે ખળભળાટ વ્યક્ત કરતાં રહેજો.

 9. અનિલભાઈ,

  મને સમજાયું નહીં કે આટલી બધી માફી શા માટે માગો છો. તમારો આશય ખરાબ હોવાની શંકા પડે એવાં એંધાણ પણ નથી. તમારા સ્વભાવ વિરુદ્ધ લખાઈ ગયું એવું તે શું છે? તમે બરાબર ચર્ચા કરી છે. મઝા આવી. ચર્ચામાં મતભેદ પણ થાય. અહીં તમારી સાથે તો મતભેદ પણ નથી થયો તો મનભેદનો તો સવાલ ક્યાં રહે છે?

  આ સાથે એ પણ વિચારી જોશો કે વધારેપડતી અને અકારણ નમ્રતા દંભ ગણાય. અથવા તો તમે આધ્યાત્મિકતાના અસામાજિક (જેમાં સમાજનો અભાવ હોય એ અર્થમાં) રસ્તે ચડ્યા છો, જે સ્વામી વિવેકાનંદના માર્ગથી સેંકડો માઇલ દૂર છે.

  ઉંમરમાં તમે સાઠ નહીં જ વટાવ્યાં હોય એમ ધારીને આ કડવી સલાહ આપી દઉં છું. મારા જેટલી જ ઉંમર હોય તો પણ મિત્રની ટકોર માની લેશો.

 10. શ્રી દિપકભાઈના ખુબ ખુબ ધન્યવાદ, અભિવ્યક્તિ પરથી મને આ સુંદર પત્રની લિંક મળી, જોકે છેલ્લેથી બીજા ફકરા વિશે ચર્ચા કરવાનો કોઈ ઈરાદો નથી, એ ફકરાથી ઉપર થી લઈને શરુઆત સુધીની દરેક લાઈનોએ વિવેકાનંદજીની અધ્યાત્મિકતાના સુંદર દર્શન કરાવી દિધા એ બદલ અતુલભાઈને પણ ધન્યવાદ…….. જો કે મારા પ્રવાસમાં વિવેકાનંદજીનુ ઉત્તમ સ્થાન છે, મારે બીજી કોઈ ચર્ચા કરવી નથી પણ સૌ ના જ્ઞાનની નહિ પણ આધ્યાત્મિકતાના દર્શન કરતો રહુ છુ … ભુલ થતી હોય તો ક્ષમા ચાહુ છુ…….

  • શ્રી રાજેશભાઈ,
   ઘણાં વખતે આપ પધાર્યા. આપને જોઈને આનંદ થયો. આવતાં રહેજો.

   • ધન્યવાદ શ્રી અતુલભાઈ, હુ ઘણીએ વખત આંટો મારતો રહુ જ છુ, ઘણુ શીખવા મળે જ છે ને વળી, પણ આ ગરમીમાં,એટલે કે આ ઉનાળામાં દિલ્હીની ૪૫-૪૮ ની ગરમીએ મારા સી.પી.યુ. ની સરકીટના કેપેસીટરો ફુગાવી દિધા હતા અને એટલે અવળુ ચાલતુ હતુ અને કંઈ લખાતુ શું, સર્ફીંગ પણ થતુ ન હતુ. વારે ઘડીએ બંધ પડી જતુ હતુ. મને એમ કે કોઈ વાયરસ આવી ગયો હશે, પણ પછી તો કોંપ્યુટર ચાલુ થતુ ન હોવાથી રીપેરર ને બતાવ્યુ તો એણે કહ્યુ કે તમારુ મધરબોર્ડ ગયુ છે એટલે નવુ સી.પી.યુ. લઈ લીધુ છે એટલે હવે બાળકો મને મોકો આપશે તો સૌ મહાનુભાવોના ઉચ્ચ વિચારોમાંથી વધુ કઈક નવુ લખીશ. આપના ખુબ ખુબ ધન્યવાદ…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: