મેરે બાદ ભી ઈસ દુનિયામે જિંદા મેરા નામ રહેગા

ઉપરોક્ત ગીતની કડી આપણે ઘણી વખત સાંભળી હશે. કોઈને ત્યાં બાળક અવતરે ત્યારે માતા-પિતા બનનાર હર્ષ અનુભવે કે મેરે બાદ ભી ઈસ દુનિયામે જિંદા મેરા નામ રહેગા.

અનાદી કાળથી આપણે જોતા આવ્યાં છીએ કે આ જગતમાં માત્ર આપણે તેમને જ યાદ કરીએ છીએ જેમણે પોતે મહાન કાર્યો કર્યાં હોય. આપણે હંમેશા મોહનદાસને યાદ કરીએ છીએ તેમના જીવન ચરિત્ર વાંચીએ છીએ કરમચંદના કદી નહીં. સ્વામી વિવેકાનંદના વિચારો વાંચીએ છીએ તેમના માતા-પિતાના નહીં. રામકૃષ્ણ પરમહંસનું કથામૃત વાંચીએ છીએ ખુદિરામનું નહીં.

આપણે ત્યાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે. દિન પ્રતિદિન વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે. જેટલાં લોકો છે તેમને માટે ય પુરતા અન્ન, પાણી અને આવાસ નથી. તે વખતે લોકો માત્ર પોતાનું નામ પોતાની પછી જીવંત રહે તે માટે વસ્તી વધાર્યા કરે તો તે બેવકુફી ગણાય. હાલની સાંપ્રત પરિસ્થિતિમાં પ્રત્યેક દંપતીને માત્ર એક બાળક હોય તે ઈચ્છનીય ગણાય. વધુમાં વધુ બે બાળકો પણ બેથી વધારે બાળકો હોવા તે રાષ્ટ્રિય અપરાધ ગણવો જોઈએ.

સરેરાશ આયુષ્ય ૬૫ (૬૩.૪) વર્ષ હોય. સરેરાશ લોકો ૨૫ વર્ષે લગ્ન કરતાં હોય અને એક દંપતિને બે બાળકો હોય તો બે વ્યક્તિ ગુજરી જાય તેની સામે આશરે ૪ વ્યક્તિ નવી જન્મે. હવે જો બાળકો બે થી વધારે હોય તો આ ગુણોત્તર વળી પાછો વધી જાય.

દરેક બાળકને ઉછેરવાનો, શિક્ષણનો, લગ્નનો, આવાસનો અને વ્યવસ્થિત જીવનશૈલિમાં ગોઠવવા માટેના જરુરી ખર્ચ કરતાં આપણી માથા દીઠ આવક તો ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં નવા નવા લોકો જન્મ્યાં જ કરે અને તેમને રહેવા માટેની પુરતી વ્યવસ્થા ન હોય તો આંતર કલહ, નીચું જીવન ધોરણ, અપરાધ, કુપોષણ, અવ્યવસ્થા આ બધુ જ સર્જાય. હાલમાં આપણાં દેશમાં વ્યાપી ગયેલી અરાજકતાના મુખ્ય કારણોમાં એક કારણ વસ્તી વધારો છે. આ ઉપરાંત બાંગ્લાદેશ અને અન્ય પાડોશી દેશમાંથી થતી ઘુસણખોરીને લીધે સમસ્યાઓ વધુ વકરે છે. ઘુસણખોરોને અટકાવવાને બદલે તેમને રેશન કાર્ડ અને ભારતીય નાગરીક તરીકેની ઓળખ આપવાનું કાર્ય આપણાં દેશમાં કઈ સરકાર કરી રહી છે તે આપણે સહુ સારી રીતે જાણીએ છીએ.

શું આ દેશનું પ્રત્યેક બાળક ભારતનું સંતાન નથી? આપણો વિચાર માત્ર પોતાના એક કે બે બાળક સુધી જ શા માટે સીમીત રહી જાય છે? એવા દંપતિઓ ન હોઈ શકે કે જે પોતાના સંતાનો ઉત્પન્ન કરવાને બદલે આ દેશના સંતાનોને પોતાના ગણે અને તેમની સેવા માટે કાર્ય કરે.

મધર ટેરેસાને ક્યાં કોઈ બાળકો હતા? દેશના બાળકોને તેમણે પોતાના બાળકો ગણ્યાં. સંતોને ક્યાં બાળકો હોય છે? છતાં તેઓ લોકહિતાર્થે કાર્ય કરતાં કરતાં પોતાનું નામ અમર કરી જ જાય છે ને?

નામ અમર કરવા માટે બાળકોની નહીં સારા કાર્ય કરવાની આવશ્યકતા હોય છે.

Categories: ચિંતન, વિચાર વિમર્શ | Tags: , , | 3 Comments

Post navigation

3 thoughts on “મેરે બાદ ભી ઈસ દુનિયામે જિંદા મેરા નામ રહેગા

 1. સો ટકા સંમત છું.

 2. હું અસંમત છુ. પહેલા હું પણ આવું જ માનતો હતો.પણ આમા એક ખતરો છે. અને તે એ કે આવી વાતો સમજનારા જ એ લોકો છે જેમણે વધુ સંતાનો પેદા કરવા જોઇએ. નહીતો શું થશે. કે બાકીના અણસમજુ લોકો તો પોતાનું કામ ચાલુ જ રાખવાના છે. પણ આવા વિચારોથી આપણે બુહુમુલા બુદ્ધીધનને ખોઇ બેસીસુ. આમ ને આમ જ આખી પારસી કોમ ખતરામાં પડી ગઇ છે.

  અને બીજી વાત આ ધરતી હજી પણ બે-ત્રણ ઘણી વસ્તી ખમી શકે એમ છે. પણ જો દરેક જણ સમજદારીપુર્વક અન્ન,પાણી અને મકાનનો ઉપયોગ કરે.

  • જે કુટુંબમાં ઓછા લોકો છે, શિક્ષિત છે અને સમજુ છે તે લોકોનું જીવન ધોરણ જુઓ અને જે કુટુંબમાં ઢગલાબંધ છોકરાં છે, અશિક્ષિત છે અને અસમજદાર છે તે લોકોનું જીવન જુઓ. બંને કુટુંબના જીવનમાં આભ જમીનનો ફેર જણાશે.

   શિક્ષિત અને ઓછી સંખ્યાવાળા કુટુંબોની સુખ શાંતિ જોઈને આવા અણસમજુ કુટુંબો બોધપાઠ લેશે કે આપણી અધોગતીનું કારણ આપણી અમર્યાદિત પ્રજા અને શિક્ષણનો અભાવ છે ત્યારે તેઓ પણ ધીરે ધીરે ટોળા બંધ છોકરાવ ઉત્પન્ન કરવાનું બંધ કરશે.

   કોઈ પણ વાહનની કેપેસીટી કરતાં તેમાં ઓછા લોકો હોય તો બધાં લોકો આરામથી મુસાફરી કરી શકે પણ જો તેને ખીચો ખીચ ભરી દેવામાં આવે તો બધાને ત્રાસ થાય.

   પારસી લોકોની વસ્તી ઓછી છે તો તેમાં તેમને શું નુકશાન થયું? તેઓ સમૃદ્ધ તો છે જ ને? અને જેટલાં છે તેટલા આરામથી જીવે છે ને?

   મારા દાદા-દાદીને ૪ દિકરા અને ૩ દિકરીઓ હતી. મારા દાદાનું અકાળે અવસાન થયું. મારા દાદી પર અસહ્ય બોજ આવી પડ્યો. ૭ સંતાનોને ભણાવતા અને ઠેકાણે પાડતાં તેમને જે કપરા દિવસો જોવા પડ્યાં છે તે જ્યારે યાદ આવે છે ત્યારે હ્રદય કંપી ઉઠે છે. તેને બદલે જો તેમને ઓછા સંતાનો હોત તો તેમને સરળતાથી ભણાવી શકયાં હોત અને આરામથી જીંદગી જીવી શક્યાં હોત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: