કેટલીયે વાર મને વિચાર આવે છે કે આપણાં દેશમાં અપરાધ કરવાની બધાને છુટ છે જ્યારે દંડ ભાગ્યે જ કોઈકને થાય છે.
આના કારણો શું હોઈ શકે?
* દંડ કરનારા પાસે પુરતી સત્તા ન હોય.
* અપરાધ થયો છે તેમ સાબીત કરતાં વર્ષોના વર્ષો નીકળી જાય.
* દંડ કરવાનો અધિકાર જેમને છે તેઓ વધારે મોટા અપરાધી હોઈ તેથી તેનો અંતરાત્મા ડંખતો હોય કે આ સામાન્ય અપરાધી કરતાં તો હું ક્યાંયે વિશેષ અપરાધી છું તેથી તેને દંડ કરવાવાળો હું કોણ.
૧.૭૬ લાખ કરોડના અપરાધીને સજા કેવી રીતે કરી શકાય? ૧.૭૬ કરતાં તો ૧.૮૬ લાખ કરોડ વધારે ન કહેવાય?
તમે બહુ સારો મુદ્દો ઊભો કર્યો છે. પરંતુ, હું માનું છું કે આપણા ન્યાયતંત્રમાં બહુ ઘણી ખામીઓ નથી. એમાં પણ કરપ્શન છે, પણ એ નીચી લેવલે. સુપ્રીમ કોર્ટમાં મોટા ભાગે સારી સ્થિતિ રહી છે. ‘મોટા ભાગે’ શબ્દો પર ખાસ ધ્યાન આપશો.આજે ઘણા કેસોમાં સુપ્રીમ કોર્ટની સીધી દરમિયાનગીરીને કારણે જ કામ આગળ વધ્યું છે.
બીજી બાજુ દેશની વસ્તી છે તે નજરે ન્યાયાધીશોની સંખ્યા ઓછી છે અને કેસો બહુ ઘણા છે. આપણી ન્યાયપદ્ધતિ આપણે બ્રિટનમાંથી લીધી છે, પણ કેસોને ટલ્લે ચડાવવામાં આપણે જેટલા પાવરધા છીએ એટલા બ્રિટિશરો પોતે નથી. આપણા વકીલોને એમાં કઈં ખોટ નથી. કેસ લાંબો ચાલે એમાં આરોપીને પણ મઝા હોય છે. એ પૈસાવાળો હોય તો એને વકીલની ફી ચુકવવામાં કઈં વાંધો નથી આવતો.
તે ઉપરાંત, આપણી સામાન્ય માણસની ન્યાયપ્રિયતા બહુ પ્રબળ હોત તો ઘણું થઈ શક્યું હોત. આજે તો સ્થિતિ હાથથી બહાર ચાલી ગઈ છે. ખરેખર અફસોસની વાત છે. આથી જ . અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. ડર નથી રહ્યો. ખોટું કર્યું હોય એ હવે સાચું કર્યું મનાય છે.
આપણાં દેશમાં ન્યાયને સર્વોચ્ચ ગણવામાં આવ્યો છે. અપરાધને સાબીત કરતાં વર્ષોના વર્ષો નીકળી જાય છે. મારા પીતાજી રીટાયર્ડ થયાં ત્યારે તેમને ૨ વર્ષ વહેલાં છુટા કરી દીધા. તેમણે કંપની સામે કેસ કર્યો. માત્ર મુદત ઉપર મુદત કેસ ચાલે જ નહીં. છેવટે તેઓ કેસનું પરીણામ આવે તે પહેલાં ગુજરી ગયાં. પંદર વર્ષે કેસનો ચુકાદો મારા પિતાજીની તરફેણમાં આવ્યો. વળતરના પૈસા ચૂકવવાના આદેશ પછી ૧ વર્ષ સુધી કંપનીએ મારા બાને વારસદાર તરીકે વળતર ન ચૂકવ્યું. RTI દ્વારા પાછળ પડીને છેવટે ૧ વર્ષે વળતર મેળવ્યું.
મારા પિતાજી તો કેસના પરીણામની રાહ જોતા જોતા જ રામશરણ થઈ ગયાં.
ખરેખર દુઃખની વાત છે. સામાન્ય માણસ માટે તો કશું જ નથી. માત્ર ન્યાય જ હોત તો પણ આપણા જેવાની હિંમત રહે. પણ માણસ જાય ક્યાં?