Daily Archives: 24/06/2012

શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૩૩ થી ૩૬ / ૪૪)

ક્ર્મ

શ્લોક

શબ્દાર્થ

૩૩

कोऽयं देहे देव इतीत्थं सुविचार्य

ज्ञाता श्रोताऽऽनन्दयिता चैष हि देवः ।

इत्यालोच्य ज्ञांश इहास्मीति विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३३॥

શરીરમાં આ કોણ દેવ છે? એ પ્રમાણે અહીં સારી રીતે વિચારીને જાણનાર, સાંભળનાર અને આનંદ આપનાર આ જ દેવ છે, આ પ્રમાણે વિચાર કરીને અહીં જ્ઞાનના અંશરૂપ હું છું એમ જેને જાણે છે તે સંસારાંધકારના વિનાશક – બાધક પ્રભુની હું સ્તુતિ કરું છું.

૩૪

को ह्येवान्यादात्मनि न स्यादयमेष

ह्येवानन्दः प्राणिति चापानिति चेति ।

इत्यस्तित्वं वक्त्युपपत्त्या श्रुतिरेषा

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३४॥

જો આ આનંદરુપ પ્રસિદ્ધ આત્મા શરીરમાં ન હોત તો કોણ પ્રાણની ચેષ્ટા કરત? આ આનંદરુપ પ્રસિદ્ધ આત્માં જ પ્રાણની ચેષ્ટા કરે છે, અને અપાનની પણ ક્રિયા કરે છે. આ પ્રમાણે આ શ્રુતિ, યુક્તિ અને  દૃષ્ટાંત વડે આનંદરુપ આત્માનું અસ્તિત્વ કહે છે. તે સંસારરુપ અંધકારનો વિનાશ બાધ કરનાર હરિની (આત્માની) હું સ્તુતિ કરું છું.

૩૫

प्राणो वाऽहं वाक्श्रवणादीनि मनो वा

बुद्धिर्वाहं व्यस्त उताहोऽपि समस्तः ।

इत्यालोच्य ज्ञप्तिरिहास्मीति विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३५॥

હું પ્રાણ છું? અથવા વાણી છું? અથવા શ્રવણાદિ છું? અથવા મન છું? અથવા બુદ્ધિ છું? અથવા હું તેમાંથી કોઈ એક છું? અથવા શું સમસ્તરુપ છું? એ પ્રમાણે વિચારીને હું આમાં જ્ઞાનસ્વરુપ જ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.

૩૬

नाहं प्राणो नैव शरीरं न मनोऽहं

नाहं बुद्धिर्नाहमहंकारधियौ च ।

योऽत्र ज्ञांशः सोऽस्म्यहमेवेति विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३६॥

હું પ્રાણ નથી, હું શરીર નથી જ, હું મન નથી, હું ચિત્ત નથી, હું અહંકાર ને બુદ્ધિ નથી, અહીં જ્ઞાનના અંશરુપ છે તે હું જ છું. એમ જેને જ્ઞાનીઓ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર હરિની હું સ્તુતિ કરું છું.

 

Categories: અધ્યાત્મ / યોગ, સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.