Daily Archives: 23/06/2012

શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૨૯ થી ૩૨ / ૪૪)

ક્ર્મ

શ્લોક

શબ્દાર્થ

૨૯

एकीकृत्यानेकशरीरस्थमिमं ज्ञं

यं विज्ञायेहैव स एवाशु भवन्ति ।

यस्मिँल्लीना नेह पुनर्जन्म लभन्ते

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२९॥

અનેક શરીરમાં રહેલા જે આ આત્માને એકરૂપ સમજીને અને અનુભવીને વિદ્વાનો શીઘ્ર અહીં જ તે જ રૂપ થાય છે, જેમાં અભેદ ભાવે લીન થયેલા અહીં પુનર્જન્મ પામતા નથી તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનારા પરમાત્માની હું સ્તુતિ કરું છું.

૩૦

द्वन्द्वैकत्वं यच्च मधुब्राह्मणवाक्यैः

कृत्वा शक्रोपासनमासाद्य विभूत्या ।

योऽसौ सोऽहं सोऽस्म्यहमेवेति विदुर्यं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३०॥

મધુ બ્રાહ્મણનાં વાક્યો વડે જે દ્વંદ્વનું એકપણું કરીને, અને ઐશ્વર્ય વડે ઈંદ્રની પૂજાને પ્રાપ્ત કરીને, જે આ તે હું, ને તે હું જ છું એમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.

૩૧

योऽयं देहे चेष्टयिताऽन्तःकरणस्थः

सूर्ये चासौ तापयिता सोऽस्म्यहमेव ।

इत्यात्मैक्योपासनया यं विदुरीशं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३१॥

જે આ અંત:કરણમાં રહેલો શરીરમાં ચેષ્ટા કરાવનાર છે, ને જે આ સૂર્યમાં તપાવનારો છે, તે હું જ છું, આ પ્રમાણે આત્માના એકપણાની ઉપાસના વડે જે ઈશ્વરને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું

૩૨

विज्ञानांशो यस्य सतः शक्त्यधिरूढो

बुद्धिर्बुध्यत्यत्र बहिर्बोध्यपदार्थान् ।

नैवान्तःस्थं बुध्यति तं बोधयितारं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३२॥

જે સદ્રૂપ વિજ્ઞાનનો અંશ અવિદ્યામાં પ્રતિબિંબિત અહીં બુદ્ધિને તથા જાણવા યોગ્ય બાહ્ય પદાર્થોને જાણે છે, જે અંતરમાં રહેલા જાણનારને બુદ્ધિ જાણતી નથી જ તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું.

 

Categories: અધ્યાત્મ / યોગ, સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.