ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૨૫ |
यस्यातर्क्यं स्वात्मविभूतेः परमार्थं सर्वं खल्वित्यत्र निरुक्तं श्रुतिविद्भिः । तज्जादित्वादब्धितरङ्गाभमभिन्नं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२५॥ |
જેની સ્વાત્મવિભૂતિનું વાસ્તવિક રૂપ તર્કમાં ન આવે એવું છે તેમ શ્રુતિને જાણનારાઓએ “આ સર્વ નિશ્ચય બ્રહ્મ છે” આ શ્રુતિથી કહ્યું છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને લય તેમાંથી થવાથી તે સમુદ્રના તરંગની પેઠે અભિન્ન છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૨૬ |
दृष्टवा गीतास्वक्षरतत्त्वं विधिनाजं भक्त्या गुर्व्याऽऽलभ्य ह्रदिस्थं दृशिमात्रम् । ध्यात्वा तस्मिन्नस्म्यहमित्यत्र विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२६॥ |
ગીતામાં જણાવેલા અજન્મા ને અવિનાશી તત્વને વિધિવડે જાણીને, તથા ઉત્તમ ભક્તિ વડે હ્રદયમાં રહેલા નિરુપાધિક દ્રષ્ટાને પામીને, અને તેમાં હું છું તેમ ધ્યાન કરીને મુનિઓ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૨૭ |
क्षेत्रज्ञत्वं प्राप्य विभुः पञ्चमुखैर्यो भुङ्क्तेऽजस्त्रं भोग्यपदार्थान् प्रकृतिस्थः । क्षेत्रे क्षेत्रेऽप्स्विन्दुवदेको बहुधास्ते तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२७॥ |
જે વ્યાપક અવિદ્યામાં પ્રતિબિંબ વડે સ્થિત થઈ જીવભાવને પામી પાંચ ઈંદ્રિયો વડે ભોગ્ય પદાર્થોને સર્વદા ભોગવે છે, અને જલમાં ચંદ્રની પેઠે એક સર્વ શરીરોમાં અનેક રૂપે પ્રતીત થાય છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માનું હું સ્તવન કરું છું. |
૨૮ |
युक्त्यालोड्य व्यासवचांस्यत्र हि लभ्यः क्षेत्रक्षेत्रज्ञान्तरविद्भिः पुरुषाख्यः । योऽहं सोऽसौ सोऽस्म्यहमेवेति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२८॥ |
ક્ષેત્રનો અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણનારાઓએ શ્રી વ્યાસજીનાં વચનો યુક્તિ વડે અવલોકન કરીને આ જન્મમાં જ પુરુષ નામના તત્વને પ્રાપ્ત કરવા યોગ્ય છે. જે હું તે આ, ને તે હું જ છું એમ જેને વિદ્વાનો જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ – કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |