ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૯ |
यद्यद्वेद्यं वस्तुसतत्त्वं विषयाख्यं तत्तद्ब्रह्मैवति विदित्वा तदहं च । ध्यायन्त्येवं यं सनकाद्या मुनयोऽजं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥९॥ |
કારણ સહિત વિષય નામની જે જે જાણવા યોગ્ય વસ્તુ છે તે તે બ્રહ્મ જ છે તેમ જાણીને તે હું છું તેમ જે અજન્માનું સનકાદિ મુનિઓ ધ્યાન કરે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મનું હું સ્તવન કરું છું. |
૧૦ |
यद्यद्वेद्यं तत्तदहं नेति विहाय स्वात्मज्योतिर्ज्ञानमयानन्दमवाप्य । तस्मिन्नस्मित्यात्मविदो यं विदुरीशं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१०॥ |
જે જે વેદ્ય છે તે તે હું નથી તેમ તેનો ત્યાગ કરીને સ્વાત્મપ્રકાશ જ્ઞાનમય આનંદને પામીને તેમાં હું છું તેમ જે બ્રહ્મને આત્મવેતાઓ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. |
૧૧ |
हित्वा हित्वा दृश्यमेशं सविकल्पं मत्वा शिष्टं भादृशिमात्रं गगनाभम् । त्यक्त्वा देहं यं प्रविशन्त्यच्युतभक्ता- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥११॥ |
વિકલ્પવાળા સમગ્ર દૃશ્યનો વારંવાર નિષેધ કરીને, અને આકાશ જેવા કેવલ સ્વયંપ્રકાશ ચેતન રૂપને અવશેષ રહેલું ધારીને, બ્રહ્માનુસંધાન પરાયણ પુરુષો શરીર ત્યજીને જેમાં પ્રવેશ કરે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મને હું અભેદભાવે અનુભવું છું. |
૧૨ |
सर्वत्रास्ते सर्वशरीरी न च सर्वः सर्वं वेत्त्येवेह न यं वेत्ति हि सर्वः । सर्वत्रान्तर्यामितयेत्थं यमयन् य- स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१२॥ |
જે સર્વમાં સર્વ શરીરી છે, પણ જે સર્વરૂપ (સર્વ શરીરરૂપ) નથી, જે સર્વને જાણે છે, પરંતુ અહીં જેને સર્વ શરીર જાણતાં નથી, ને જે અંતર્યામીપણા વડે આવી રીતે નિયમમાં રાખતા છતા સર્વત્ર રહે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મનો હું સ્તુતિ ધ્યાનાદિ વડે અભેદ ભાવે સાક્ષાત્કાર કરું છું. |