ક્ર્મ |
શ્લોક |
શબ્દાર્થ |
૫ |
आचार्येभ्यो लब्धसुसूक्ष्माऽच्युततत्त्वा वैराग्येणाभ्यासबलाच्चैव द्रढिम्ना । भक्त्यैकाग्रध्यानपरां यं विदुरीशं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥५॥ |
આચાર્યો પાસેથી જેણે વૈરાગ્યવડે ને અભ્યાસના બલથી જ અતિસુક્ષ્મ અવિનાશી તત્વ જાણ્યું છે એવા, અને દૃઢ ભક્તિ વડે એકાગ્ર-ધ્યાન પરાયણ, જે ઈશને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર ઈશને હું સ્તવું છું |
૬ |
प्राणानायम्योमिति चित्तं ह्रदि रुद्ध्वा नान्यत्स्मृत्वा तत्पुनरत्रैव विलाप्य । क्षीणे चित्ते भादृशिरस्मीति विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥६॥ |
ઈંદ્રિયોના બાહ્યવેગોને પ્રશાંત કરી, ૐ તેમ ચિત્તને હ્રદયમાં રુંધી, અન્યનું સ્મરણ નહિ કરી, તેને પુન: અહીં જ વિલીન કરી ચિત્ત ક્ષીણ થયે સ્વયંપ્રકાશ ચૈતન્ય હું છું તેમ જેને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. |
૭ |
यं ब्रह्माख्यं देवमनन्यं परिपूर्णं ह्रत्स्थं भक्तैर्लभ्यमजं सूक्ष्ममतर्क्यम् । ध्यात्वात्मस्थं ब्रह्मविदो यं विदुरीशं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥७॥ |
જે દેવ, અનન્ય, પરિપૂર્ણ, હ્રદયમાં રહેલા, ભક્તો વડે પ્રાપ્ત થવા યોગ્ય, અજ, સૂક્ષ્મ, અતર્ક્ય ને પોતાનામાં રહેલા બ્રહ્મનામના તત્વનું ધ્યાન કરી બ્રહ્મવેત્તાઓ જે પરમાત્માને જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ – કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. |
૮ |
मात्रातीतं स्वात्मविकाशात्मविबोधं ज्ञेयातीतं ज्ञानमयं ह्रद्युपलभ्यम् । भावग्राह्यानन्दमनन्यं च विदुर्यं तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥८॥ |
જે ઈંદ્રિયોથી પર, સ્વાત્માના પ્રકાશથી આત્મજ્ઞાનરૂપ, જ્ઞેયથી પર, જ્ઞાનમય, હ્રદયમાં પ્રતીત થવા યોગ્ય, ભાવ વડે ગ્રાહ્ય, આનંદરૂપ અને અનન્ય જેને જ્ઞાનીઓ જાણે છે તે સંસારાંધકારનો વિનાશ – બાધ કરનાર પરમતત્વનો હું સ્તુતિ ધ્યાનાદિ વડે અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. |