શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૧ થી ૪ / ૪૪)

ક્ર્મ

શ્લોક

શબ્દાર્થ

स्तोष्ये भक्त्या विष्णुमनादिं जगदादिं

यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीत्थम् ।

यस्मिन् दृष्टे नश्यति तत्संसृतिचक्रं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१॥

જગતના કારણરૂપ અનાદિ પરમાત્માની હું ભક્તિ વડે સ્તુતિ કરું છું, જેમાં આ સંસારચક્ર આવી રીતે ભમે છે; જેનો સાક્ષાત્કાર થવાથી તે સંસારચક્ર નાશ પામે છે, સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર તે હરિની (અવિદ્યાની ને તેના કાર્યની નિવૃત્તિ કરનારા પરમાત્માની) હું સ્તુતિ કરું છું.

यस्यैकांशादित्थमशेषं जगदेतत्

प्रादुर्भूतं येन पिनद्धं पुनरित्थम् ।

येन व्याप्तं येन विबुद्धं सुखदुःखै-

स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२॥

જેના એક અંશમાંથી આ સમગ્ર જગત આવી રીતે પ્રાદુર્ભાવ પામ્યું છે, પુન: જે વડે આવી રીતે બંધાયેલું છે, જે વડે વ્યાપ્ત છે, ને જે વડે તે સુખદુ:ખોથી પ્રકાશિત છે તે સંસારાંધકારની નિવૃત્તિ કરનારા પરમાત્માની હું સ્તુતિ કરું છું.

सर्वज्ञो यो यश्च हि सर्वः सकलो यो

यश्चानन्दोऽनन्तगुणो यो गुणधामा ।

यश्चाऽव्यक्तो व्यस्तसमस्तः सदसद्य-

स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३॥

જે સર્વજ્ઞ, જે સર્વ, જે સકલ, જે આનંદ, જે અનંતગુણ, જે ગુણધામ, જે અવ્યક્ત, જે વિભાગરૂપ ને સમસ્તરૂપ, કારણરૂપ ને કાર્યરૂપ છે તે સાંસારાંધકારનો વિનાશ કરનાર પરમાત્માનું હું સ્તવન કરું છું.

यस्मादन्यं नास्त्यपि नैवं परमार्थं

दृश्यादन्यो निर्विषयज्ञानमयत्वात् ।

ज्ञातृज्ञानज्ञेयविहीनोऽपि सदा ज्ञ-

स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥४॥

જેનાથી ભિન્ન વાસ્તવિક કાંઈ પણ નથી જ, નિર્વિષયજ્ઞાનમયપણાથી જે દૃશ્યથી ભિન્ન છે, અને જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયથી રહિત છતાં પણ જે સર્વદા જ્ઞાન સ્વરૂપ છે, તે સંસારરૂપ અંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માને હું સ્તવું છું.
Categories: અધ્યાત્મ / યોગ, સ્તોત્ર | Tags: , | 2 Comments

Post navigation

2 thoughts on “શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૧ થી ૪ / ૪૪)

 1. Mitesh Pandya

  Dear Atulbhai,

  i would like to be friend of you and also my goal is to get self realization.
  I read your blog frequently.
  I am doing job in MNC at Daman

  • શ્રી મીતેશભાઈ,

   આપ સહુ મારા મિત્રો છો.

   આપનું ધ્યેય પણ સ્વરુપ સ્થિતિ છે તે જાણીને આનંદ થયો.

   સમગ્ર બ્રહ્માંડમાં ફરી વળ્યાં પછીયે જે શાંતિ અને આનંદ પ્રાપ્ત નહીં થાય તે સ્વરુપમાં સ્થિતિ થતાં સહજતાથી પ્રાપ્ત થાય છે.

   આવતા રહેશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: