આજનું ચિંતન – સત્ય – આગંતુક

સત્ય ત્રણ પ્રકારના હોય છે.

૧. પારમાર્થિક સત્ય:
બ્રહ્મ સત્ય.બ્રહ્મ સર્વ જીવો અને જગતને સત્તા સ્ફુર્તિ આપે છે. સર્વનું અધિષ્ઠાન છે. સર્વને માટે સમાન રીતે અસ્તિત્વ ધરાવે છે. પારમાર્થિક સત્ય નિરપેક્ષ છે. બ્રહ્મને કોઈનો આધાર લેવાની જરૂર નથી તે સર્વનો આધાર છે.

૨. પ્રાતિભાસિક સત્ય:
સ્વપ્ન જગત, ભાવ જગતમાં અનુભવાતા સત્યો પ્રાતિભાસિક હોય છે. સ્વપ્ન અને ભાવમાં જે એક જીવને અનુભવાય તે બીજાને ન અનુભવાય. પ્રાતિભાસિક સત્યને અંગત સત્ય કહી શકાય. પ્રાતિભાસિક સત્યની મહદ અસર જે તે જીવને થાય છે. તેની પરોક્ષ અસર અન્ય જીવને થઈ શકે.

૩. વ્યવહારિક સત્ય:
વ્યવહારિક સત્ય સાપેક્ષ છે. તે વ્યક્તિગત કે સામુહિક હોઈ શકે. વ્યવહારિક સત્ય દેશ, કાળ અને પદાર્થ પર આધારિત હોય છે. એકને માટે આવવું તે બીજા માટે જવું હોઈ શકે. એકને માટે જીતવું તે બીજા માટે હારવું હોઈ શકે. એકનું દુ:ખ બીજાનું સુખ હોઈ શકે. એકનું હાસ્ય બીજાનું રુદન હોઈ શકે.

Advertisements
Categories: ચિંતન | ટૅગ્સ: , , , , , | 3 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

3 thoughts on “આજનું ચિંતન – સત્ય – આગંતુક

 1. આ વ્યાખ્યા બરાબર છે.આદિ શંકરાચાર્ય્નું આ વિશ્લેષણ છે. સવાલ પારમાર્થિક સત્યનો અને વ્યાવહારિક સત્યનો છે. પારમાર્થિક સત્ય પ્રમાણે બધા બ્રહ્મ છે, પણ વ્યાવહારિક સત્ય પ્રમાણે સમાજ જેમ ચાલે તેમ જ ચાલતો રહે છે. એટલે માતા પિતા ખરેખર જ માતાપિતા છે. બ્રાહ્મણ ઉચ્ચ છે અને દલિત નીચ છે. એ પણ વ્યવહાર જગતમાં સાચું ઠરે છે. આમ સ્થાપિત વ્યાવહારિક સત્યને સત્ય માનવાથી સામાજિક સુધારા અટકી ગયા.
  ખરી ચિંતા વ્યાવહારિક સત્યને લઈને છે. પારમાર્થિક સત્ય તો માન્યતા બની રહે છે. એ કદાચ મનને મનાવવાની રીત પણ હોય, પરંતુ વ્યવહાર જગતમાં તો વ્યક્તિઓના આંતર સંબંધો મૃત્યુપર્યંત યથાવત્ રહે છે! આમાં સુધારાની જરૂર નથી?

  • ભગવદ ગીતા પ્રમાણે વર્ણ તે જન્મ સાથે સંકળાયેલ બાબત નથી. ગુણ અને કર્મ સાથે સંકળાયેલ બાબત છે.

   લોકશાહીમાં વર્ણવ્યવસ્થાને રાજકારણીઓ પોષે છે. ધાર્મિક સંપ્રદાયો પોતાનો વાડો મોટો કરવા માટે વર્ણ વ્યવસ્થાને અવગણીને લોકોને પોતાના વાડામાં પુરે છે. જો કે સંપ્રદાયો યે લગ્નો તો વર્ણવ્યવસ્થા પ્રમાણે જ ચલાવી લે છે.

   ધીરે ધીરે કર્મ પ્રમાણે વર્ણ વ્યવસ્થા આગળ વધી રહી છે. જેમ કે ડોક્ટર ડોક્ટર સાથે લગ્ન કરે. શિક્ષક શિક્ષક સાથે લગ્ન કરે વગેરે. આ ઉપરાંત માનસીક રીતે એકતા ધરાવતા સ્ત્રી પુરુષો પણ ધીરે ધીરે લગ્ન ગ્રંથીથી જોડાતા થયા હોવાના કીસ્સાઓ થોડા થોડા પ્રકાશમાં આવતાં જાય છે. સ્ત્રીઓને શિક્ષણનો પુરતો અધિકાર ન હોય તેવા સમાજમાં લગ્ન વ્યવસ્થા જ્ઞાતિના આધારે ચાલે છે.

   વ્યવહારિક સત્યોમાં હંમેશા પરિવર્તન આવ્યાં છે, આવે છે અને આવશે.

   સામાજિક પરિવર્તનો પણ પહેલા તો પ્રયોગાત્મક ધોરણે જ થાય. પ્રયોગ જો સફળ નીવડે અને વર્તમાન પરિસ્થિતિ કરતાં વધારે લાભકારક હોય તો સ્વાભાવિક રીતે લોકો પરિવર્તન સ્વીકારશે નહીં તો સમાજ પોતે જ પરિવર્તન નહીં સ્વીકારે.

   સુધારો થયો કે બગાડો તે પરિણામ ઉપરથી મુલવી શકાય.

   વ્યવહારિક સત્યોમાં સુધારાની હંમેશા આવશ્યકતા રહે છે. જે સમાજ સુધારાઓ સ્વીકારતો નથી તે સડી જાય છે, ગંધાઈ જાય છે અને છેવટે નામ શેષ થઈ જાય છે.

  • પારમાર્થિક સત્ય માત્ર જો માન્યતા બની રહેવાની હોત તો શંકરાચાર્યજીએ પારમાર્થિક સત્ય પર આટલો ભાર ન મુક્યો હોત. વાસ્તવમાં ખરેખરુ સત્ય પારમાર્થિક સત્ય છે અને તે માનવ માત્ર માટે સમાન છે. પ્રત્યેક આધ્યાત્મિક વિભુતિઓએ માત્રને માત્ર પારમાર્થિક સત્ય પર જ સહુથી વધુ ભાર મુક્યો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: