રચનાત્મક કે પ્રેરણાત્મક બાબતો કરતાં મહદ જન સમુદાયને વિવાદ અને નકારાત્મક બાબતોમાં જ વધારે રસ હોય છે.
Daily Archives: 12/06/2012
શ્રી વાક્યસુધા (૩૮/૪૩) – આદિ શંકરાચાર્ય
જીવનું તથા જગતનું પ્રાતિભાસિકપણું કેવી રીતે છે તેમ જાણવાની ઈચ્છા થાય તો તેનું સમાધાન કરે છે:
પ્રતીતિકાલ એવૈતે સ્થિતત્વાત્પ્રાતિભાસિકે |
નહિ સ્વપ્નપ્રબુદ્ધસ્ય પુન: સ્વપ્ને સ્થિતિસ્તયો: || ૩૮ ||
શ્લોકાર્થ:
એ બંને પ્રતીતિકાલમાં જ સ્થિત હોવાથી પ્રાતિભાસક છે. સ્વપ્નમાંથી જાગેલાની પુન: સ્વપ્નમાં સ્થિતિ નથી, તેથી તે બંને નથી.
ટીકા:
એ જીવ તથા જગત પ્રતીતિના સમયમાં જ સ્થિત હોવાથી તે બંને પ્રાતિભાસિક એટલે પ્રતીતિના સમયમાં જ પ્રતીત થનાર કહેવાય છે. સ્વપ્નમાંથી જાગેલા પુરુષની પુન: સ્વપ્નમાં સ્થિતિ થતી નથી, તેથી સ્વપ્નનું જગત ને જીવ એ બંને જાગેલાને પ્રતીત થતાં નથી.
Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા
Tags: આદિ શંકરાચાર્ય, શ્રી વાક્યસુધા
Leave a comment