Daily Archives: 09/06/2012

ભોગે રોગ ભયં – ભર્તુહરિ

ભોગે રોગ ભયં – ભોગમાં રોગનો ભય છે.

કુલે ચ્યુતિ ભયં – કુળવાનને ભ્રષ્ટ થવાનો ભય છે.

વિત્તે ન્રુપાલાદ ભયં – ધનવાનોને રાજા અને સરકારનો ભય છે.

મૌને દેન્ય ભયં – મૌન ધારણ કરનારને દિન ગણી લેવામાં આવે તેવો ભય છે.

બલે રિપુ ભયં – બળવાનોને શત્રુનો ભય છે.

રુપે જરાયા ભયં – રુપવાનોને વૃદ્ધાવસ્થાનો ભય છે.

શાસ્ત્રે વાદ ભયં – શાસ્ત્રના જાણકારોને વાદ વિવાદનો ભય છે.

ગુણે ખલ ભયં – ગુણવાનોને મૂર્ખાઓથી ભય છે.

કાયે કૃતાંતાદ ભયં – શરીરમાં મૃત્યુનો ભય છે.

સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિ ન્રુનામ – આ જગતમાં મનુષ્યોને સર્વ બાબતો ભયભીત કરે છે.

વૈરાગ્ય મેવ અભયં – એક માત્ર વૈરાગ્ય અભય છે.

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૫/૪૩) – આદિ શંકરાચાર્ય

તે બેનું મિથ્યાપણું કેવી રીતે છે તેમ જાણવાની ઈચ્છા થાય તો કહે છે:

બ્રહ્મણ્યવસ્થિતા માયા વિક્ષેપાવૃત્તિરુપકા |
આવૃત્યાખણ્ડતાં તસ્મિન્જગજ્જીવૌ પ્રકલ્પયેત || ૩૫ ||

શ્લોકાર્થ:
આવરણ વિક્ષેપવાળી માયા બ્રહ્મને આશરે રહેલી છે. તેના (બ્રહ્મના) અખંડપણાને ઢાંકીને તે માયા તેમાં જગત ને જીવ કલ્પે છે.

ટીકા:
આવરણ તથા વિક્ષેપરૂપ સ્વભાવવાળી માયા સચ્ચિદાનંદરૂપ બ્રહ્મને આશરે રહેલી છે. તે માયા બ્રહ્મમાં રહેલા સ્વાભાવિક અખંડપણાને ઢાંકીને તે બ્રહ્મમાં જગદરૂપ અનેક પ્રકારના ભોગ્યને તથા જીવરૂપ અનેક પ્રકારના ભોક્તાઓને પ્રતીત કરાવે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

Blog at WordPress.com.