આજનું ચિંતન – વ્યવહારીક સત્ય – આગંતુક

દેશ, કાળ અને પદાર્થ પારમાર્થિક સત્યને ઢાંકે છે. વ્યવહારીક સત્યો બધાને માટે જુદા જુદા હોય છે.

એક ઉદાહરણ લઈએ :

સત્યમ ૬ જૂન ૨૦૧૨ ના રોજ કહે છે કે ૭ જૂન ૨૦૧૨ ના રોજ તે ભાવનગરથી નીકળીને અમદાવાદ સારવાર માટે જશે.

હવે ૬ જૂને ખબર ન પડે કે આ વાક્ય સાચું છે કે ખોટું છે. કારણ કે ૭ જૂને અમદાવાદ જવા માટે તેને ઘણી બાબતો પર આધાર રાખવો પડે. જેમ કે:

* તે સમયસર ઉઠી શકે.
* તે જે વાહનમાં જવાનો છે તે વાહન ચાલુ સ્થિતિમાં હોય.
* રસ્તામાં તે વાહન અટકી ન પડે.
* રસ્તામાં તે વાહનને અકસ્માત ન થાય.
* કોઈ કારણસર તેનો વિચાર બદલાઈ જાય અથવા તો અન્ય બાબતોને લીધે તેનું સારવાર માટે જવાનું મુલતવી રહે.

સત્યમ જવા ઈચ્છે છે તે સત્ય છતાં તે જઈ શકશે કે નહીં તે નિશ્ચિત નથી. તેનું સત્ય સ્થળ પર આધારીત છે એટલે કે બે સ્થળ વચ્ચેનું વ્યવધાન જો તે કાપી શકે તો તે બાબત સત્ય બને નહીં તો અસત્ય.

તેનું સત્ય કાળ પર આધારિત છે. જો તે ૭ જૂન ૨૦૧૨ ના રોજ અમદાવાદ જઈ શકે તો તે સત્ય બને નહીં તો અસત્ય.

તેનું સત્ય પદાર્થ પર આધારીત છે. તેને વાહનોનું અવલંબન છે. રસ્તામાં આવતા ટ્રાફીક ઉપર પણ તેનો આધાર છે. વળી તે અમદાવાદ સારવાર લેવાને બદલે મામા કે સાઢુભાઈને મળીને ઘરે પાછો આવે તો યે તેનું સત્ય અસત્ય બની જાય છે.

આમ દરેક બાબતોમાં જોઈ શકીએ કે વ્યવહારીક સત્યને માટે દેશ, કાળ અને પદાર્થ ઘણાં અસરકર્તા પરીબળો છે.

પારમાર્થિક સત્ય તો એક છે અને તે શ્રી શંકરાચાર્યજી મહારાજ કહે છે તે – બ્રહ્મ સત્ય.

Categories: ચિંતન | Tags: , , , | 2 Comments

Post navigation

2 thoughts on “આજનું ચિંતન – વ્યવહારીક સત્ય – આગંતુક

  1. થોડા અલગ ઉદાહરણ સાથે આ મુદ્દો મેં મારા બ્લૉગ પર ‘સત્ય વ્યવહારમાં’ લેખમાળામાં ચર્ચ્યો છે. તમે પણ એમાં બહુ રચનાત્મક ફાળૉ આપ્યો છે, એ વાતની નોંધ મારે લેવી જ જોઈએ.
    પારમાર્થિક સત્ય માટે તમે શબ્દ પ્રમાણ લીધું છે- “શંકરાચાર્યજી કહે છે…” કદાચ પ્રયત્ન કરી જૂઓ તો તર્કના આધારે પણ સાબિત કરીશકો એમ મને લાગે છે. શબ્દ પ્રમાણ માન્ય હોવા છતાં પ્ર્ત્યક્ષ, નિષ્કર્ષ વગેરે જેટલું સબળ ન ગણાય. શબ્દ પ્રમાણમાં પણ કહેનારના શબ્દોને એના અનુભવનો સહારો મળેલો હોય તો સારૂં થાય.

    • શંકરાચાર્યજીએ પ્રમાણ તરીકે શ્રૂતિને લીધેલ છે. અલબત્ત બુદ્ધ, સ્વામી વિવેકાનંદ અને અન્ય સહુએ કે જેમણે અનુભવ કર્યો તેમને ય એક માત્ર સત્યની અનુભૂતી થઈ છે તે અનુભૂતીને સહુએ પોતાપોતાની રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પદ્ધતિઓ અલગ છે અનુભૂતી સમાન છે એમ શ્રી રામકૃષ્ણ પરમહંસ: પોતે કરેલી અનેક સાધનાને પરીણામે થયેલ અનુભૂતીઓના આધારે કહે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: