Daily Archives: 04/06/2012

આજનું ચિંતન – આગંતુક

મનુષ્ય પાસે બધી ભૌતિક સુખ સંપત્તિ હોય છતાં તેને બીજા મનુષ્યનું અવલંબન રાખવું શા માટે ગમતું હોય છે?

તેનું કારણ મને લાગે છે કે કેવળ મનુષ્ય બીજા મનુષ્યની લાગણીનો યોગ્ય પડઘો પાડી શકવાની ક્ષમતા ધરાવે છે..

Categories: ચિંતન | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૦/૪૩) – આદિ શંકરાચાર્ય

કહેલ સમાધિની કર્તવ્યતાના અવધિને સૂચવતા છતા કહેલા સમાધિના પરિપાકથી પ્રાપ્ત થયેલ નિત્યસમાધિને કહે છે :

દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મનિ |
યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય: || ૩૦ ||

શ્લોકાર્થ:
પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી ને દેહાભિમાન ગળી જવાથી તે બ્રહ્મવેત્તાનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેમને સમાધિ (બ્રહ્માકાર વૃત્તિઓ) છે.

ટીકા:
સચ્ચિદાનંદરૂપ અદ્વિતીય બ્રહ્મનો દૃઢ સાક્ષાત્કાર થવાથી ને હું મનુષ્ય છું, હું બ્રાહ્મણ છું, ઈત્યાદિ જ્ઞાનકાલની પૂર્વનાં દેહાભિમાનો ગળી જવાથી તેવા જ્ઞાની પુરુષનું અંત:કરણ નેત્રાદિ ઈંદ્રિયોદ્વારા જે જે પદાર્થમાં જાય છે, તે તે પદાર્થના નામરૂપનો બાધ કરી ત્યાં ત્યાં રહેલા સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મને આકારે તેના અંત:કરણની વૃત્તિ થાય છે.

ગલિતે ની આગળ ને વિજ્ઞાતેની આગળ અવગ્રહ ચિહ્ન વાળું પાઠાંતર સ્વીકારીએ તો આ શ્લોકનો આ પ્રમાણે અર્થ થાય:- દેહાભિમાન નહિ ગળવાથી ને પરમાત્માનો સાક્ષાત્કાર નહિ થવાથી તે અજ્ઞાની પુરુષનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ખેદ ભયાદિ માનસ તાપ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

Blog at WordPress.com.