જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ – સરળ ગીતા

મિત્રો,

કેટલાંક લોકો માને છે કે વેદાંતના પ્રખર પ્રચારક અને વૈદિક સંસ્કૃતિને પુન: સંસ્થાપિત કરનાર શ્રી શંકરાચાર્યજી મહારાજ ભક્ત ન હતાં. આ ષટપદી સાબીત કરે છે કે શ્રી શંકરાચાર્યજી પ્રભુના પરમ ભક્ત હતાં. એક શ્લોકમાં તો તેઓ ત્યાં સુધી કહે છે કે પ્રભુ સમુદ્રનો જ તરંગ હોય કદી સમુદ્ર તરંગનો ન હોય તેવી રીતે હું આપનો છું આપ મારા નથી.

શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી ભગવાન કહે છે કે ચાર પ્રકારના ભક્ત મને ભજે છે.

૧. આર્ત – દુ:ખી
૨. અર્થાર્થી – ધન,વૈભવની ઈચ્છાવાળો
૩. જિજ્ઞાસુ – તત્વને અને મને જાણવાની જિજ્ઞાસાવાળો
૪. જ્ઞાની – કે જે મારા સ્વરુપને સારી રીતે જાણી ચૂક્યો છે.

આ ચારેય પ્રકારના ભક્ત પ્રભુને પ્રિય છે પણ ગીતા અંતર્ગત તેઓ કહે છે કે જ્ઞાની તો મારી સાથે એકરુપ બની ગયો છે એટલે કે મારી અને તેની વચ્ચે ભેદ ન રહેતા તે મારામાં જ ભળી જાય છે.

આજે જોઈએ શ્રી શંકરાચાર્યજી ષટપદી સ્તોત્રમાં પ્રભુને કેવી રીતે પ્રાર્થે છે :

||विष्णुषट्पदी ||

अविनयमपनय विष्णो दमय मनः शमय विषयमृगतृष्णां |
भूतदयां विस्तारय तारय संसारसागरतः ||१||

હે વિષ્ણો ! મારા અવિનયને દૂર કરો, મારા મનને દમો, મારી વિષયસુખની તૃષ્ણાને શમાવો, મારામાં ભૂતદયાને વિસ્તારો, ને મને સંસાર-સાગરથી તારો.

दिव्यधुनीमकरन्दे परिमलपरिभोगसच्चिदानन्दे |
श्रीपतिपदारविन्दे भवभयखेदच्छिदे वन्दे ||२||

દેવનદીરૂપ પુષ્પરસવાળાં, સચ્ચિદાનંદરૂપ સુગંધ ને પ્રસન્નતાવાળાં ને સંસારના ભયનો તથા ખેદનો વિનાશ કરનારાં શ્રીપતિનાં ચરણકમલને હું નમું છું.

सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वं |
सामुद्रो हि तरङ्गः क्वचन समुद्रो न तारङ्गः ||३||

હે નાથ ! ભેદની નિવૃત્તિ થયે પણ હું આપશ્રીનો છું, આપ મારા નથી, તરંગ સમુદ્રનો છે, પણ સમુદ્ર કદી પણ તરંગનો નથી.

उद्धृतनग नगभिदनुज दनुजकुलामित्र मित्रशशिदृष्टे |
दृष्टे भवति प्रभवति न भवति किं भवतिरस्कारः ||४||

હે પર્વતને ઉપાડનારા ! હે ઈંદ્રના નાના ભાઈ ! હે દનુજકુલના શત્રો ! ને હે સૂર્યચંદ્રરૂપ નેત્રવાળા ! સદાદિરૂપવાળા આપનો સાક્ષાત્કાર થયે શું સંસારનો તિરસ્કાર નથી થતો ?

मत्स्यादिभिरवतारैरवतारवताऽवता सदा वसुधां |
परमेश्वर परिपाल्यो भवता भवतापभीतोऽहं ||५||

હે પરમેશ્વર ! મત્સ્યાદિ અવતારો વડે અવતારવાળા ને સમગ્ર પૃથ્વિનું પાલન કરનારા આપશ્રી વડે સંસારદુ:ખોથી ભય પામેલો હું પરિપાલન કરવા યોગ્ય છું.

दामोदर गुणमन्दिर सुन्दरवदनारविन्द गोविन्द |
भवजलधिमथनमन्दर परमं दरमपनय त्वं मे ||६||

હે દામોદર ! હે ગુણમંદિર ! હે સુંદરવદનારવિંદ ! હે ગોવિંદ ! હે ભવસાગરના મથનમાં મંદર ! તમે મારા પરમભયને દૂર કરો.

नारायण करुणामय शरणं करवाणि तावकौ चरणौ |
इति षट्पदी मदीये वदनसरोजे सदा वसतु ||७||

હે નારાયણ ! હે કરુણામય ! આપશ્રીના ચરણોનું હું શરણ ગ્રહણ કરું છું. આ ષટપદી મારા મુખકમલમાં સર્વદા વસો.

||इति श्रीमद् शङ्कराचार्यविरचितं विष्णुषट्पदीस्तोत्रं संपूर्णम् ||

Categories: અધ્યાત્મ / યોગ, ચિંતન, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , , , , | 2 Comments

Post navigation

2 thoughts on “જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ – સરળ ગીતા

  1. ઘણાએમ માને છે આદ્ય શંકરાચાર્ય ભક્ત નહોતા. મારા બ્લૉગ પર તમારા સાથેની ચર્ચામાં મેં પણ આવું જ કહ્યું છે. .શંકરાચાર્યજી પ્રકાંડ પંડિત અને ઉચ્ચ પ્રતિભાશાળી કવિ હતા. અને છિન્નભિન્ન થયેલી બ્રાહ્મણ પરંપરા્નાં બધાં અંગોને એકત્ર કરવા માટે એમણે અનેક મધુર, લયબદ્ધ રચનાઓ કરી છે. ા એમની અતિહાસિક ભૂમિકા હતી.
    મારી વાત કરૂં તો મને કોઈ સ્તોત્ર સંભળાવો તો એ શંકરાચાર્યનું છે કે નહીં એ બાબતમાં મારૂં અનુમાન સાચું પડવાની શક્યતા ૫૧ ટકા કરતાં વધારે છે.
    આમ છતાં હું એમને મૂળભૂત રીતે ભક્ત નથી માનતો, જ્ઞાની માનું છું. હવે ભક્તના અર્થ તમે દેખાડ્ય ચે તે જ હોય તો તો એમને ભક્ત માન્યા વિના છૂતકો નથી. આ વી વ્યાખ્યાઓ જુદા જુદા મતો વચ્ચે સમાધાનના સમ્કેત આપે છે. બધા પ્રકારનાં વલણૉ એક જીવતા સમાજમાં પેદા થયાં હતા. પહેલાં ગ્રંથ લખાયા અને વ્યાખ્યાઓ બની એમ નથી. માનવસમાજ એનાથી પણ પહેલાં અસ્તિત્વમાં હતો.

    • પરમપદની પ્રાપ્તિ સુધી પહોંચવાના ત્રણ સોપાન છે.

      ૧.નિષ્કામ કર્મ – અંત:કરણના મળ દોષની નિવૃત્તિ માટે.
      ૨.ભક્તિ અથવા તો યોગ – અંત:કરણના વિક્ષેપ દોષની નિવૃત્તિ માટે.
      ૩.જ્ઞાન – અંત:કરણ ના આવરણ દોષની નિવૃત્તિ માટે.

      સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં પ્રથમ બે સોપાન પાર કરવા આવશ્યક હોય છે. તેથી જ્ઞાનીઓ હોય તે ભક્ત કે યોગી ના તબક્કામાંથી પસાર થયાં હોય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: