મદાલસા સ્તોત્ર (૩/૧૦)

શબ્દો વાયં ત્વં ન રોદસી
ત્વં તુ ચરાચર ભવ સ્વામી |
મુક્તિ ભુક્તિ વ્યવહાર સિદ્ધયે
વિવિધ કલ્પિતો દૃશ્યગામી || ૩ ||

ગરીબ હોય કે અમીર – માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે રોદણાં રોવા બેસી જતો હોય છે. રાણી મદાલસાને ખબર હતી કે અલર્ક પણ અત્યારે બેઠો બેઠો આવા જ કોઈક રોદણાં રોતો હશે. મનોમન વિચારતો હશે કે અરેરે મારું રાજ્ય ચાલ્યું ગયું, ભાઈઓએ જ દગો કર્યો વગેરે વગેરે.

મુશ્કેલીમાં મુકાઈ જાય એટલે પછી અમીર હોય કે ગરીબ સાત્વિક બુદ્ધી વાળો હશે તો પરિસ્થિતિ પર વિચાર કરશે અને તેનો કેમ ઉકેલ મેળવવો તે પ્રયત્ન કરશે. રાજસી હશે તો તેની મુશ્કેલીના જે કારણો હશે તેને ગમે તેમ કરીએ મ્હાત કરવાના પ્રયાસો કરશે અને મુશ્કેલી માટે નીમીત્ત બનનારની સામે બાંયો ચડાવશે. તામસી બુદ્ધી હશે તો મેલડીમાં / હનુમાનજી કે બીજા કોઈ દેવી દેવતાના શરણે જશે.

અહીં મદાલસા રાણી ત્રિગુણાતિત બનાવવા તરફ અલર્કને લઈ જવા માંગે છે.

કહે છે કે :

આવા જાત જાતના વિલાપ કરીને રડવાનું બંધ કર. સ્વરુપથી તું ચર અને અચર એટલે કે જડ અને ચેતન જે કાઈ આ જગતમાં છે તેનો સ્વામી છો. મુક્તિ અને ભોગ તો માત્ર વ્યવહાર છે. જેલમાં જવું તે બંધન છે તો છુટવું તે મુક્તિ છે. અજ્ઞાન બંધન છે તો જ્ઞાન મુક્તિ છે. જો રાજ પાટ ભોગ લાગે છે તો જંગલમાં રહેતા પ્રાણીઓને માટે ફળ ફુલ ભોગ છે. આમ ભોગ અને મુક્તિ તે તો માત્ર વ્યવહાર છે. આ જેટલા યે દૃશ્યો છે તે વાસ્તવમાં તો રંગ અને છાંયાનું અદભુત મીશ્રણ માત્ર છે. જો પ્રકાશ ન હોય તો કોઈ પણ પદાર્થ દૃશ્યમાન ન થઈ શકે. તેવી રીતે પ્રકાશને ય પ્રકાશનાર તેવું તારું સ્વરુપ હોવાથી જંગલ કે રાજ્ય આ સઘળા કલ્પિત દૃશ્ય માત્ર છે.

મુળ વાત તો માણસને જાત જાતના અભરખા હોય છે અને તે અભરખા પુરા કરવા માટે તે વિવિધ દૃશ્યો પાછળ સુખ મળશે તેવી કલ્પના કરીને દોડે છે. જો માણસ અભરખા પર કાબુ રાખતા શીખી જાય તો અત્યારે જ તેના હ્રદયમાં શાંતિ સ્થપાય જાય.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: