Daily Archives: 15/12/2011

યોગી કથામૃત – એક યોગીની આત્મકથા ( ૧૪ )

Paramhansa Yogananda
Categories: યોગી કથામૃત | Tags: , , | Leave a comment

આજની કહેવત

સામ સામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી 🙂

Categories: કહેવત / રુઢીપ્રયોગ | Leave a comment

હળવી પળો

એક ભાઈ એકલા એકલા પેટ પકડીને હસતા હતા. તેને જોઈને એક વટેમાર્ગુ કુતુહલથી ઉભો રહી ગયો અને પુછવા લાગ્યો કે ’તબીયત તો બરાબર છે ને?’

પેલા ભાઈ માંડ માંડ હસવું ખાળીને કહે કે ’હા ભાઈ હા બધું બરાબર છે. ’

વટેમાર્ગુ: તો પછી આમ એકલા એકલા કેમ આટલું બધું હસો છો?

પેલા ભાઈ: પહેલા હું ધિંગાણા ખેલતો હતો – લોકો જોતા હતા અને હસતા હતા.

વટેમાર્ગું : તે તો જાણે કે ઠીક પણ અત્યારે તમે કેમ હસો છો?

પેલા ભાઈ : હવે હું ધિંગાણા જોઉ છું. 🙂

Categories: હળવી પળો, હાસ્ય | Tags: | 1 Comment

આજનું ચિંતન – આગંતુક

સર્જનહાર જો તેના પ્રત્યેક સર્જનને ચાહી શકતો હોય તો માણસ શા માટે તેના સંપર્કમાં આવતા દરેક સજીવોને ચાહી ન શકે ? જે લોકો તમારા પર વિશેષાધિકાર ધરાવવા ઈચ્છે તે દરેક વ્યક્તિ સાથે યોગ્ય અંતર જાળવો – કારણ કે જો તમે તેની વધુ નજીક જશો તો તે તમારા પર માલીકી જમાવવાનો પ્રયાસ કરશે અને જો તમે તેનાથી દૂર ચાલ્યા જશો તો તમારા પર માછલાં ધોવાનું શરુ કરશે અથવા તો રડી રડીને ઈમોશનલ બ્લેક મેઈલીંગ કરશે.

લોકો – લોકોને કોઈના વિશે બબડાટ કરવાનો કશો અધિકાર નથી અને તેમ છતાં જો મુર્ખાઓ / પંચાતીયાઓ / ચોવટીયાઓ / નવરાઓ વ્યર્થ બબડાટ કરતા હોય તો તેમના બબડાટ સામે આંખ આડા કાન કરવાનો સહુ કોઈને સંપુર્ણ અધિકાર છે.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

મદાલસા સ્તોત્ર (૩/૧૦)

શબ્દો વાયં ત્વં ન રોદસી
ત્વં તુ ચરાચર ભવ સ્વામી |
મુક્તિ ભુક્તિ વ્યવહાર સિદ્ધયે
વિવિધ કલ્પિતો દૃશ્યગામી || ૩ ||

ગરીબ હોય કે અમીર – માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે રોદણાં રોવા બેસી જતો હોય છે. રાણી મદાલસાને ખબર હતી કે અલર્ક પણ અત્યારે બેઠો બેઠો આવા જ કોઈક રોદણાં રોતો હશે. મનોમન વિચારતો હશે કે અરેરે મારું રાજ્ય ચાલ્યું ગયું, ભાઈઓએ જ દગો કર્યો વગેરે વગેરે.

મુશ્કેલીમાં મુકાઈ જાય એટલે પછી અમીર હોય કે ગરીબ સાત્વિક બુદ્ધી વાળો હશે તો પરિસ્થિતિ પર વિચાર કરશે અને તેનો કેમ ઉકેલ મેળવવો તે પ્રયત્ન કરશે. રાજસી હશે તો તેની મુશ્કેલીના જે કારણો હશે તેને ગમે તેમ કરીએ મ્હાત કરવાના પ્રયાસો કરશે અને મુશ્કેલી માટે નીમીત્ત બનનારની સામે બાંયો ચડાવશે. તામસી બુદ્ધી હશે તો મેલડીમાં / હનુમાનજી કે બીજા કોઈ દેવી દેવતાના શરણે જશે.

અહીં મદાલસા રાણી ત્રિગુણાતિત બનાવવા તરફ અલર્કને લઈ જવા માંગે છે.

કહે છે કે :

આવા જાત જાતના વિલાપ કરીને રડવાનું બંધ કર. સ્વરુપથી તું ચર અને અચર એટલે કે જડ અને ચેતન જે કાઈ આ જગતમાં છે તેનો સ્વામી છો. મુક્તિ અને ભોગ તો માત્ર વ્યવહાર છે. જેલમાં જવું તે બંધન છે તો છુટવું તે મુક્તિ છે. અજ્ઞાન બંધન છે તો જ્ઞાન મુક્તિ છે. જો રાજ પાટ ભોગ લાગે છે તો જંગલમાં રહેતા પ્રાણીઓને માટે ફળ ફુલ ભોગ છે. આમ ભોગ અને મુક્તિ તે તો માત્ર વ્યવહાર છે. આ જેટલા યે દૃશ્યો છે તે વાસ્તવમાં તો રંગ અને છાંયાનું અદભુત મીશ્રણ માત્ર છે. જો પ્રકાશ ન હોય તો કોઈ પણ પદાર્થ દૃશ્યમાન ન થઈ શકે. તેવી રીતે પ્રકાશને ય પ્રકાશનાર તેવું તારું સ્વરુપ હોવાથી જંગલ કે રાજ્ય આ સઘળા કલ્પિત દૃશ્ય માત્ર છે.

મુળ વાત તો માણસને જાત જાતના અભરખા હોય છે અને તે અભરખા પુરા કરવા માટે તે વિવિધ દૃશ્યો પાછળ સુખ મળશે તેવી કલ્પના કરીને દોડે છે. જો માણસ અભરખા પર કાબુ રાખતા શીખી જાય તો અત્યારે જ તેના હ્રદયમાં શાંતિ સ્થપાય જાય.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.