કાશ !

મીત્રો,

દર સોમવારે શ્રી અરવિંદભાઈ અડાલજા તરફથી એક ઈ-મેઈલ Mondya Montra મળે છે. તેમાં કશીક પ્રેરણાત્મક વાત હોય છે.

આજે આવેલ eMail ની વાત કરીએ :

દેડકાનો એક સમુહ પસાર થઈ રહ્યો હતો. વચ્ચે એક કાદવથી ભરેલું મોટું ખાબોચીયું આવ્યું. બે દેડકા તેમાં પડી ગયા. બંને બહાર નીકળવાની ખુબ મહેનત કરવા લાગ્યા.

બહાર રહેલા દેડકાઓ કહેવા લાગ્યા ’રહેવા દ્યો આ કાદવમાંથી તમે બહાર નીકળી નહીં શકો.’

બંને દેડકાએ વધુ જોર લગાડ્યું.

ફરી બહારથી દેડકાઓનું બુમરાણ શરુ થયું કે ’શાંતિથી મરી જાવ – તમે આમાંથી બહાર નહીં નીકળી શકો.’

એક દેડકાએ હતાશ થઈને પ્રયત્ન છોડી દીધો. અને મરી ગયો. બીજા દેડકાએ પ્રયાસ ચાલુ રાખ્યો.

ફરી થી બહારથી દેકારો કે ’અલ્યા જો પેલો તો મરી ગયો હવે તું યે છાનો માનો જંપી જા અને મરણને સ્વીકારી લે.’

પેલા દેડકાએ તો ખૂબ જોરથી પ્રયાસ કર્યો અને બહાર નીકળી આવ્યો.

બધા દેડકા તેને ઘેરીને પુછવા લાગ્યા કે અમે આટ આટલી બુમરાણ કરીને તને સમજાવતા હતા કે હવે તારું મોત નિશ્ચિત છે તેમ છતાં તું કેવી રીતે બહાર નીકળી શક્યો?

પેલા દેડકાએ રહસ્યસ્ફોટ કરતાં કહ્યું કે હું બહેરો છું મને એમ કે તમે મને બહાર આવવા માટે પ્રોત્સાહન આપો છો તેથી હું વધારે ને વધારે પ્રયાસ કરતો રહ્યો.

પ્રેરણા અને પ્રોત્સાહનના થોડાક શબ્દો બીજા માટે જીવનનું પ્રેરક બળ બની શકે છે અને નકારાત્મક કે નીરાશાત્મક વિચારો અન્યને ભીરું અને મુડદાલ બનાવી શકે છે માટે શબ્દોનો ઉપયોગ હંમેશા સભાનતાથી કરવો જોઈએ.

કાશ બીજો દેડકો યે બહેરો હોત !

Categories: કાશ | ટૅગ્સ: , , , , | 7 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

7 thoughts on “કાશ !

 1. ગઈકાલે ’ડિસ્કવરી’ ચેનલ પર એક પ્રયોગ જોયો, જેમાં ભાગ લેનાર માણસને પ્રયોગકર્તા અન્યને દુઃખદાયક થાય તેવી પ્રવૃતિ કરવા પ્રેરે છે (અહીં અન્ય એક માણસને ઓછા વોલ્ટનો વિજળીનો ઝટકો આપવાનું હતું). જેમ જેમ વોલ્ટ વધતા જાય તેમ તેમ પ્રયોગમાં ભાગ લેનાર (પોતાના સંસ્કાર પ્રમાણે) આનાકાની કરવા તો લાગે પરંતુ પેલા મોટા મોટા વૈજ્ઞાનિકોની પ્રેરણાના પ્રભાવ હેઠળ (જે બધું આમ તો માત્ર ગોઠવાયેલું હોય છે પરંતુ આ પ્રયોગમાં ભાગ લેનારને તેની ખબર નથી હોતી) ઘસીને ના નથી પાડી શકતો, વિરોધ નથી કરી શકતો. પ્રયોગનું તારણ હતું કે ૧૦૦માંથી આશરે ૮૭ લોકો ન ઈચ્છવા છતાં ૫ વોલ્ટથી વધતા વધતા ૧૬૫ વોલ્ટ સુધીના (જે પણ ખરેખર તો જેને ઝટકો અપાતો હોય તેનો અભિનય જ હોય છે !) ઝટકા આપી દેતા હતા.

  હવે પ્રયોગાર્થે બે લોકોને બેસાડવામાં આવ્યા. જેમાં એક તો આખા નાટકથી અજાણ એવો રંગરૂટ હોય પરંતુ બીજો આ વૈજ્ઞાનિક પ્રયોગનો જાણકાર, અંદરનો માણસ, હોય. અને અમૂક વોલ્ટ સુધી પહોંચ્યા પછી આ નાટક કરતો માણસ પેલા વૈજ્ઞાનિકો સાથે જોરશોર દલીલો કરી વિજળીના ઝટકા આપવાની ઘસીને ના પાડી દે છે. આનાથી પ્રેરણા પામી, હિંમતમાં આવી, ખરેખર જેના પર પ્રયોગ થાય છે તે પેલો અણજાણ માણસ પણ હવે વધુ ઝટકા આપવાની ઘસીને ના પાડી દે છે. અને હવે આમ વિરોધ કરનાર (વિજળીના ઝટકા આપી અન્યને દુઃખ આપવાનો) ૧૦૦માંથી ૧૦૦ નીકળે છે. (અગાઉ માત્ર ૧૩ માણસો જ વિરોધ કરી શક્યા હતા !)

  અર્થાત, અપાતી પ્રેરણા બીજાનું પ્રેરકબળ બની રહે છે. અને કોઈ સહકાર આપનાર મળે તો પોતાનો મત હિંમતપૂર્વક રજુ કરી શકે છે. આપે મુકેલી ’પ્રેરણાત્મક વાત’ને વિજ્ઞાને પણ આ પ્રમાણે સાબિત કરી આપી છે. ખરું કહ્યું છે, કોઈને સારી પ્રેરણા ન આપી શકીએ તો કંઈ નહીં, ખરાબ પ્રેરણાનું માધ્યમ તો ન જ બનીએ. ’શબ્દોનો ઉપયોગ હંમેશા સભાનતાથી કરવો જોઈએ.’ આભાર.

  • શ્રી અશોકભાઈ,

   ઘણી સરસ પુરક માહિતી આપી. વૈજ્ઞાનિકોનું કાર્ય તો પ્રયોગ કરવાનું છે. તેઓનું ચાલે તો તેઓ માણસને ય ઉંદર / ભુંડ / કુતરા / સાપ / બીલાડી / જેલી ફીશ કે બીજું કાઈ પણ સમજીને પ્રયોગ કર્યા કરે.

   માણસના દિકરા સાથે કામ પાર પાડતા પહેલા હજાર વાર વિચાર કરવો જોઈએ તે વૈજ્ઞાનિકો અનુભવે જ શીખશે – કારણ કે ચિંતકો માટે પ્રાણીઓ અને અન્ય સજીવો ઈત્તર હોય શકે પણ માણસ માણસ વચ્ચેના સંબધો ઘણાં જટીલ અને અટપટા હોય છે તેથી માણસ પર પ્રયોગ કરવા જતા તે ક્યારે સામી ફૂંક મારી દે તે કહી ન શકાય.

 2. મુ.શ્રી અરવિંદભાઈએ આપેલું ઉદાહરણ ખરેખર સારૂં છે. અને એ તમે બ્લૉગ પર મૂકીને અમને પણ લાભ આપ્યો છે.શબ્દોમાં શક્તિ તો છે જ.

 3. આદરણીયશ્રી. અતુલભાઈ

  અરવિંદભાઈ દ્વારા પ્રાપ્ત થયેલ સુંદર બોધવાર્તા વાંચીને આનંદ થયો સાહેબ

  આપે અમારી વચ્ચે શેર કરી બદલ આપનો આભાર

  ” શબ્દો શણગારી પણ શકે તો,

  શબ્દો સળગાવી પણ શકે.”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: