Monthly Archives: November 2011

આજનું ચિંતન – આગંતુક


એક ઈશ્વર કોનો?
સર્વ જીવોનો –

એક રાજા કોનો?
સર્વ પ્રજાજનોનો –

એક નેતા કોનો?
સર્વ અનુયાયીઓનો –

એક શિક્ષક કોનો?
સર્વ વિદ્યાર્થિઓનો –

એક વક્તા કોનો?
સર્વ શ્રોતાઓનો –

એક પિતા કોનો?
સર્વ બાળકોનો –

એક માતા કોની?
સર્વ બાળકોની –

એક બ્લોગર કોનો?
સર્વ બ્લોગજનો અને વાચકોનો –

એક માણસ કોનો?
સર્વ માણસોનો?

આવો આ વિશ્વને એટલું નાનકડું બનાવી દઈએ એટલે કે આપણાં હ્રદયને એટલું વિશાળ બનાવી દઈકે કે સહુ કોઈનો આપણાં હ્રદયમાં સમાવેશ થઈ જાય.

હું નહીં , તું નહીં : આપણે –

Categories: ચિંતન | Tags: , , , , , , | 3 Comments

યોગી કથામૃત – એક યોગીની આત્મકથા ( ૭ )

Paramhansa Yogananda










Categories: યોગી કથામૃત | Tags: , , | 3 Comments

એક પ્રસ્તાવિત કાળો કાયદો

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ચેતવણી/સાવધાન, દેશપ્રેમ, પ્રશ્નાર્થ, બળતરા/કકળાટ, ભ્રષ્ટાચાર સામે લડત, લોકમત, વિવાદ/પડકાર, હેલ્લારો | Tags: , , , | Leave a comment

બાળકો અને વાચન – ગીજુભાઈ બધેકા

પ્રિય બ્લોગજનો,

આજે બાળ શિક્ષણના પ્રણેતા અને બાળ શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરનાર શ્રી ગીજુભાઈ બધેકાનો જન્મ દિવસ છે. બાળકો અને વાચન વિશે તેમનું મંતવ્ય શું છે તે જોઈએ :



Categories: શિક્ષણ, સાહિત્ય | Tags: , , | 2 Comments

ત્રિવિધ તાપ – આજનું ચિંતન – આગંતુક

મીત્રો,

ત્રિવિધ તાપ એટલે શું તે આપણે જાણીએ છીએ? આ ત્રિવિધ તાપના નામ છે.

૧. આધિભૌતિક
૨. આધિ દૈવિક
૩. આધ્યાત્મિક

રોટી, કપડા,મકાન, ચીજ વસ્તુ તથા શરીરને લગતી તકલીફોને આધિભૌતિક તાપ કહેવાય છે.

આધિભૌતિક તાપ દૂર કરવામાં પુરુષાર્થ કામ લાગે.

ભુકંપ, નદીઓમાં આવતા પૂર, લીલો કે સુકો દુષ્કાળ, વાવાઝોડા અને ચક્રવાત તથા તેવા પ્રકારની કુદરતી આફતોને આધિદૈવિક તાપ કહેવાય છે.

આધિદૈવિક તાપ સહન કરવો પડે. તેની અસર ઓછામાં ઓછી થાય તેવા પગલા લઈ શકાય. તેમાંથી સર્વથા બચી ન શકાય.

મનને થતાં સંતાપ અને મનોવૈજ્ઞાનિક સમસ્યાને આધ્યાત્મિક તાપ કહેવાય છે. ઈચ્છા મુજબ થાય તો આધ્યાત્મિક આનંદ મળે અને ઈચ્છા મુજ્બ ન થાય તો આધ્યાત્મિક તાપ અનુભવાય.

આધ્યાત્મિક તાપથી બચવા માટે મનને કેળવવું આવશ્યક છે.

બોલો છે ને આ ત્રિવિધ તાપ તપાવી નાખનારા?

ત્રિવિધ તાપે તપતાં રહે, માનવ સંસારી મન
સંત સરોવર સાંપડે, તો ટાઢક વળે તન ( ગામઠી જ્ઞાનમાળા – ૬ )

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

હું અને કવિતા

ગઈ કાલે સુરતથી કવિતાનો ફોન આવ્યો – શું મારી ગેરહાજરી તમને સાલતી નથી?

મારી અને બાળકો વગર બા સાથે એકલા ગમે છે?

તેને કહ્યું કે ગેરહાજરી તો સાલે – આ તો રવિવાર સુધીની જ વાત છે ને – સોમવારે તો તું આવી જઈશ.

મનમાં કહ્યું તને શું ખબર – બંધ આંખે ય તું હંમેશા મારા હ્રદયમાં ધડકતી હો છો – તારી ગેરહાજરી મને કેવી રીતે સાલે?

તને હું ક્યાં શોધું?

શું કામ શોધું?

દૂર હોય તેની શોધ થાય – મારા અસ્તિત્વનો એક અંશ બની ચૂકી હોય તેના વિશે સંશોધન કોણ કરે?

Categories: હું અને કવિતા | Tags: , | 7 Comments

યોગી કથામૃત – એક યોગીની આત્મકથા ( ૬ )

Paramhansa Yogananda















Categories: યોગી કથામૃત | Tags: , , | Leave a comment

આજની કહેવત

શેરને માથે સવાશેરે ય હોય ! 🙂

Categories: કહેવત / રુઢીપ્રયોગ | Tags: , , | Leave a comment

આજનું ચિંતન – આગંતુક

ધ્યેય નક્કી કર્યા પછી તે દિશામાં મક્કમતાથી અને સહજતાથી ચાલ્યા કરવું તે સ્વસ્થ રહેવાનો અને સફળ થવાનો સહજ માર્ગ મને તો લાગે છે. અન્યની અસર આપણાં પર થયા કરે અને આપણે અન્ય પર અસર કર્યા કરીએ આવી ક્રીયા અને પ્રતિક્રીયામાં જો સમય વેડફાઈ જાય તો કાર્ય ક્યારે થાય?

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

યોગી કથામૃત – એક યોગીની આત્મકથા ( ૫ )

Paramhansa Yogananda














Categories: યોગી કથામૃત | Tags: , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.