ઘરમાં કે કુટુંબમાં જેની વાત સાંભળવા માટે ય કોઈને ફુરસદ ન હોય તેવા લોકો આખી દુનિયાનું દોઢ ડહાપણ બ્લોગ અને સોસીયલ નેટવર્કિંગની સાઈટ ઉપર ડહોળતા હોય છે. ઈન્ટરનેટની આને કેવી – ખાટી / મીઠી કે કડવી અસર કહેશું ?
ઘરમાં કે કુટુંબમાં જેની વાત સાંભળવા માટે ય કોઈને ફુરસદ ન હોય તેવા લોકો આખી દુનિયાનું દોઢ ડહાપણ બ્લોગ અને સોસીયલ નેટવર્કિંગની સાઈટ ઉપર ડહોળતા હોય છે. ઈન્ટરનેટની આને કેવી – ખાટી / મીઠી કે કડવી અસર કહેશું ?
આને હું મીઠી અસર કહીશ. ઘરમાં કોઈ સાંભળતું ન હોય એનો એવો અર્થ ન કરી શકાય કે એની વાત સાંભળવા લાયક નથી અથવા એની પાસે કઈં કહેવા જેવું નથી. વળી હું કોઈનું લખાણ પસંદ ન કરતો હોઉં તો મને એના બ્લૉગ પર ન જવાનું સ્વાતંત્ર્ય છે જ.
આપની વાત સાચી છે.
આપણે ખરેખર ઘણાં બધા સ્વંતત્ર છીએ. કોઈની વાત ન વાંચવી હોય તો ન વાંચીએ. વાંચ્યા પછીએ ગળે ન ઉતરે તો ત્યાં ને ત્યાં થું થું કરીને થુંકી નાખી શકીએ. અને સારી વાત હોય ગમે તેવી વાત હોય તો તેમાંથી સાર સાર ગ્રહણ કરી લઈએ.
ટુંકમાં અહીં યા યે જો નીર ક્ષીરનો કે સારાસારનો વિવેક કરતાં આવડી જાય તો મીઠી અસર ગણાય પણ જો જરાક બેધ્યાન રહ્યાં તો બીજાના નકારાત્મક કે ખંડનાત્મક વિચારો આપણને ય નિષેધાત્મક બનાવી દે તે તેની આડ અસરે ય ખરી.
આ વસ્તુ સૌથી વધારે તો તને લાગુ પડે છે ટણપા ….
અહીંયા હું મારી જ વાત કરું છું – મોટાભા
ઘરમાં કોઈને મારી વાત સાંભળવાની ફુરસદ નથી એટલે બ્લોગ પર તમારે માથે માછલાં ધોયે રાખું છું 🙂
ઘરમાં કોઈને મારી વાત સાંભળવાની ફુરસદ નથી…. e to dekhay j chhe….
હું તો જેવું છે તેવું કહું છું – લોકોની જેમ દંભ તો નથી કરતો ને !
તમારા ઘરમાં કોઈ તમારી વાત સાંભળે છે? જો ખરેખર તેમ હોય તો તમે મીઠું અને ઓછું બોલતા હશો અથવા તો દાદાગીરી કરતા હશો – જેમ અહી કરો છો તેમ 🙂