Daily Archives: 24/11/2011

આજનું ચિંતન – આગંતુક

જ્યારે આપણે સર્વ કાલ્પનિક સંબધોનો ત્યાગ કરીએ છીએ ત્યારે આપણો સહુની સાથે સંબધ રહિત સંબધ સ્થપાઈ જાય છે.

આ સંબધમાં
જોડ-તોડ નથી હોતી
ગમો-અણગમો નથી હોતો
મારું-તારુ નથી હોતુ
નાનો-મોટો નથી હોતો
ધર્મ-મજહબ નથી હોતો
સ્ત્રી-પુરુષ નથી હોતા
જડ-ચેતન નથી હોતા

ત્યાં હોય છે આપણા અસ્તિત્વનો આનંદ
અને
સર્વના અસ્તિત્વનો સ્વીકાર

ત્યાં કોઈ આવે તો હરખાઈ જવાનું બનતું નથી
અને
કોઈ જાય તો દુ:ખી થવાનું હોતું નથી

એક એવો અદભુત સંબધ
કે જ્યાં અલિપ્ત રહેવા છતાયે આપણે સહુની સાથે સંકળાયેલા હોઈએ
અને તેમ છતા
આ સાંકળ ગુલામીની ઝંઝીર નથી હોતી
તે તો હોય છે
સ્વીકાર અને અસ્વીકાર રહિત
જે કાઈ છે તેનો આનંદ
અને જે નથી તે ન હોવાની શાંતિ

જ્યારે આપણને આપણી સમક્ષ આવતુ અને જતુ બધું સ્વીકાર્ય બનશે ત્યારે આપણે રાગ અને દ્વેષની ગુલામીમાંથી મુક્ત થઈશું.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

યોગી કથામૃત – એક યોગીની આત્મકથા ( ૮ )

Paramhansa Yogananda















Categories: યોગી કથામૃત | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.