સતત બદલાતા જતા
આપણે –
વર્તમાનમાં
જેવા છીએ તેવાને તેવા
આપણને
કેમ સ્વીકારી નથી શકતા?
કાં તો
આપણે
પાછા જવું છે
કાં તો
આપણે
આગળ જવું છે
સ્થીર ઉભા
કેમ નથી રહી શકતા?
કારણ
અસંતોષ – અસંતોષ છે આપણને આપણી પ્રાપ્ય પરિસ્થિતિથી
હે મિત્ર
જે દિવસથી આપણે
સંતોષરુપી ઘરેણાને
આપણા
અંત:કરણનું આભુષણ બનાવશુંને
તે દિવસથી
નહીં તો આપણે અતિતમાં ઓગળીએ
કે
નહીં તો આપણે ભવિષ્ય તરફ દોટ મુકીએ
ચહેરા પર હશે
એક સ્મિત
અને
ધન્યતા
જ્યાં કશાનો તીરસ્કાર નહીં હોય
હશે સર્વનો સ્વીકાર
સહજતાથી
સરળતાથી
આત્મિયતાથી
અને હા,
દુનિયાદારીથી અલિપ્ત
એવા
આવા
કોઈ કોઈ વિરલાઓ તો જગતને રાહ ચિંધશે
ધન્યતાનો
શું તમે ધન્ય છો?