મીત્રો,
ત્રિવિધ તાપ એટલે શું તે આપણે જાણીએ છીએ? આ ત્રિવિધ તાપના નામ છે.
૧. આધિભૌતિક
૨. આધિ દૈવિક
૩. આધ્યાત્મિક
રોટી, કપડા,મકાન, ચીજ વસ્તુ તથા શરીરને લગતી તકલીફોને આધિભૌતિક તાપ કહેવાય છે.
આધિભૌતિક તાપ દૂર કરવામાં પુરુષાર્થ કામ લાગે.
ભુકંપ, નદીઓમાં આવતા પૂર, લીલો કે સુકો દુષ્કાળ, વાવાઝોડા અને ચક્રવાત તથા તેવા પ્રકારની કુદરતી આફતોને આધિદૈવિક તાપ કહેવાય છે.
આધિદૈવિક તાપ સહન કરવો પડે. તેની અસર ઓછામાં ઓછી થાય તેવા પગલા લઈ શકાય. તેમાંથી સર્વથા બચી ન શકાય.
મનને થતાં સંતાપ અને મનોવૈજ્ઞાનિક સમસ્યાને આધ્યાત્મિક તાપ કહેવાય છે. ઈચ્છા મુજબ થાય તો આધ્યાત્મિક આનંદ મળે અને ઈચ્છા મુજ્બ ન થાય તો આધ્યાત્મિક તાપ અનુભવાય.
આધ્યાત્મિક તાપથી બચવા માટે મનને કેળવવું આવશ્યક છે.
બોલો છે ને આ ત્રિવિધ તાપ તપાવી નાખનારા?
ત્રિવિધ તાપે તપતાં રહે, માનવ સંસારી મન
સંત સરોવર સાંપડે, તો ટાઢક વળે તન ( ગામઠી જ્ઞાનમાળા – ૬ )