હું અને કવિતા

ગઈ કાલે સુરતથી કવિતાનો ફોન આવ્યો – શું મારી ગેરહાજરી તમને સાલતી નથી?

મારી અને બાળકો વગર બા સાથે એકલા ગમે છે?

તેને કહ્યું કે ગેરહાજરી તો સાલે – આ તો રવિવાર સુધીની જ વાત છે ને – સોમવારે તો તું આવી જઈશ.

મનમાં કહ્યું તને શું ખબર – બંધ આંખે ય તું હંમેશા મારા હ્રદયમાં ધડકતી હો છો – તારી ગેરહાજરી મને કેવી રીતે સાલે?

તને હું ક્યાં શોધું?

શું કામ શોધું?

દૂર હોય તેની શોધ થાય – મારા અસ્તિત્વનો એક અંશ બની ચૂકી હોય તેના વિશે સંશોધન કોણ કરે?

Categories: હું અને કવિતા | Tags: , | 7 Comments

Post navigation

7 thoughts on “હું અને કવિતા

 1. થોડામાં ઘણુબધું આવી ગયું. સરસ. 😀

 2. Kanak Turakhia

  જે સૌથી નજીક અને પોતાનું છે…!!! જેના દુર ગયા પછી જેના માટે મનમાં વિચારોના

  વમળ ચાલતા હોય,તે વિચારોને શબ્દોમાં પ્રદર્શિત કરીને ખરેખર ગાગરમાં સાગરની

  જેમ અતિ સુંદર રજૂઆત કરેલ છે.

  • હું તો બ્લોગ જગતથી તાજ્જુબ થઈ ગયો છું :

   અહીં કોઈ
   હથેળીમાં દરિયાને કેદ કરી લે છે
   તો કોઈ
   ગાગરમાં સાગર ભરી દે છે

   આ તો ખૂબી છે બ્લોગ-જગતની – અહીં કોઈ પણ વ્યક્તિને વ્યાખ્યામાં કેદ કરી શકાય છે..

 3. મજાની વાત… આવી જ રીતે આપ બંન્નેનો પ્રેમ સદાય ઝળહળતો રહે તેવી શુભેચ્છાઓ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: