તા. ૩૦/૧૧/૨૦૧૧
બ્લોગનગર
મીત્રો,
આમ તો આજે કોઈ પોસ્ટ મુકવાનું આયોજન નહોતું. આજે ૨૦૧૧ના નવેમ્બર મહીનાનો છેલ્લો દિવસ છે. ૩૦ નવેમ્બર – ૩૦ તારીખ આખર તારીખ એટલે મહત્વની ગણાય.
બ્લોગ જગતમાં આજે દિગ્ગજોએ પોસ્ટ મુકી છે જેને વાંચીને મારા મેમલ બ્રેઈનમાં અવનવી ક્રીયાઓ થઈ અને અટપટા કોર્ટેક્ષના ગુંચવાડામાં ખાસ્સો ઉમેરો થયો. તેની પ્રતિક્રીયા રુપે મારા હ્રદયમાં ઉલાળાઓ આવ્યાં.
જેને સમાચાર રુપે ઉલળતા મુકવાની ઘેલછા રોકી ન શકવાને લીધે આ પોસ્ટ અસ્તિત્વમાં આવી છે.
આ પોસ્ટ વાંચીને તમારા મેમલ બ્રેઈનમાં કેવા ભાવો ઉઠ્યા તે જણાવજો તમારા હ્રદયમાં કશાં ઉલાળાઓ આવ્યાં હોય તો તે પણ જણાવજો.
નહીં જણાવો તો યે વાંધો નથી – આ પોસ્ટ રજુ કરતી વખતે મારા મુખ પર હાસ્ય રસ છલકાઈ રહ્યો છે. મેમલ બ્રેઈન સર્વોપરીતાનું મિથાભિમાન ભોગવી રહ્યું છે અને હ્રદય તો – ઉલાળા – ઉલાળા – ઉલાળા …. …… ….. ….. 🙂