Daily Archives: 31/10/2011

આનંદ સાથે વિશ્રામ

મીત્રો,

બ્લોગ-જગતમાં મારે જેટલું હાંસલ કરવું હતું તે કરી લીધું છે. હું તૃપ્ત છું – સંતૃપ્ત છું. હવે હું એક અનીશ્ચિત કાળ સુધીનો દિર્ઘ વિશ્રામ લેવા ઈચ્છું છું. આપ સહુ મીત્રો મારા હ્રદયમાં છો અને હું આપ સહુના.

વિશ્રામ કાળ દરમ્યાન :

ભજનામૃત વાણી તથા મધુવન પર નવી પોસ્ટ મુકવામાં નહીં આવે.

ફેસ બુક પર નવું કશું મુકવામાં નહીં આવે.

કોઈ બ્લોગ કે વેબ સાઈટને પ્રતિભાવ કે Like આપવામાં નહીં આવે.

મને ગમતા બ્લોગ કે વેબ સાઈટ અનુકુળતાએ વાંચીશ.

મીત્રો સાથે ઈ-મેઈલ થી કે ફોનથી સંપર્કમાં રહીશ પરંતુ દિવસ દરમ્યાન તે માટેનો નિશ્ચિત સમય હશે અને તેટલા મર્યાદિત સમય સિવાય બ્લોગ-જગત સાથેના સંપર્ક નહીવત રહેશે.


બ્લોગ યાત્રા દરમ્યાન હું ઘણું ઘણું શીખ્યો છું. હસ્યો છું, રડ્યો છું, ક્યારેક મારી તો ક્યારેક અન્યની ઉંઘ હરામ થઈ ગઈ છે. ક્યારેક પ્રેમના પ્રવાહમાં તણાયો છું તો ક્યારેક ભારોભાર ધિક્કારથી હણાયો છું. અહીં આપ સહું સાથે મેં અનેક પ્રકારના ભાવો અનુભવ્યા છે કે જેનું વર્ણન શબ્દાતિત છે.


અત્યાર સુધી મેં ઘણી વખત વિશ્રામ લીધો છે પણ તે વખતે નામરજી થી અથવા તો કશીક પ્રતિકુળતાને લીધે વિરામ લેવો પડ્યો હતો. આ વખતનો વિશ્રામ એક સંતોષ / આનંદ અને તૃપ્તિના ઓડકાર સાથેનો છે.

ફરી મળશું મીત્રો – એક બ્રેક કે બાદ.


Categories: ઉદઘોષણા | Tags: , , , | 3 Comments

આજનું ચિંતન – આગંતુક

માણસ પહેલાં પોતાની ઉપર કશીક છાપ મારે છે અને પછી આખી જીંદગી પોતે પોતાની મેળે ઓઢી લીધેલી છાપનો મુખવટો પહેરીને અભીનય કર્યા કરે છે. અરે આપણે સ્વતંત્ર હોઈએ તો કોઈ પણ પ્રકારની છાપ પોતાની ઉપર કે અન્ય ઉપર શા માટે મારવી જોઈએ?

Categories: ચિંતન | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.