મીત્રો,
દિપાવલીનો તહેવાર હોય અને મધુવનમાં ઉજવણી ન થાય તેવું બને? મીઠાઈ / ફરસાણ બન્યા છે. રંગોળી પુરાય છે. ફટાકડા ફોડાય છે. નવા નવા કપડાં અને ઘરેણા આ બધું છે. આ બધું હોય તો યે તેમાં જો એક બાબત ઉમેરાઈ જાય ને તો તહેવાર વહેવાર ન રહેતા ખરેખરો તહેવાર બની જાય. અને તે એક બાબતનું નામ છે ઉત્સાહ. જો આપણી અંદર ઉત્સાહ હશે તો પ્રત્યેક ક્ષણે તહેવાર છે અને જો ઉત્સાહ નહીં હોય તો – તહેવાર એક વહેવાર બની જશે.
શ્રી રામકૃષ્ણ મીશન રાજકોટના અધ્યક્ષ શ્રી ધૃવેશાનંદજી મહારાજ કે જેઓ ૯મી નવેમ્બરે બાંગ્લાદેશ જવા રવાના થશે.
ચિંતા ન કરશો મારી પાસે પાસપોર્ટ – વીઝા કશું નથી તેથી હું એકલો ક્યાંય જવાનો નથી. જઈશું ત્યારે તો સહકુટુંબ જઈશું. 🙂
સરસ રંગોળી કરી છે. 🙂
પ્રીતિબહેન
આસ્થા અને કવિતા બંન્નેને રંગોળીનો અનહદ શોખ. હંસ: અને તેની ઉપરની રંગોળીના તૈયાર બીબા પંઢરપુરથી લાવેલા. મા દિકરી રંગોળી બનાવે અને હું વખાણ કરું. 🙂
આપને, સૌ પરીવારજનો અને સૌ વાચકમીત્રોને દીપાવલી અને નુતન વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..
–ગોવીન્દ અને મણી, પવન, સંધમીત્રા અને મયુર મારુ
http://govindmaru.wordpress.com/
શ્રી ગોવિંદભાઈ,
આપને અને આપના પરીવારજનોને મધુવન પરીવાર તરફથી દીપાવલી અને નુત્તન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ –
શ્રી.અતુલભાઈ,
દિપાવલીની હાર્દિક શુભકામના.
સૂર્યપ્રકાશમાં અને દિપકનાં ઉજાસમાં એમ રંગોળીના બે સ્વરૂપ ખાસ ગમ્યા. આભાર.
શ્રી અશોકભાઈ,
આ આખું યે વર્ષ મેં તે સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે એકની એક ઘટના / દૃશ્ય / વાત કે કોઈ પણ પ્રાકૃતિક બાબત જુદા જુદા સમયે / જુદી જૂદી પરિસ્થિતિમાં અને જુદા જુદા દૃષ્ટીકોણને લીધે જુદી જુદી ભાસે છે.
સ્વામી વિવેકાનંદ કહેતા : Look at ocean not on the waves.
તેવી રીતે શંકરાચાર્યજી મહારાજ શ્રૂતિના આધારે કહેતા: યદ દૃશ્યમ તત જડમ
સર્વની સત્તાનો આધાર ચૈતન્ય / બ્રહ્મ / સ્વરુપ જે કાઈ કહો તેના તરફ દૃષ્ટી હશે તો ત્યાં કશા દ્વંદ્વ નહીં હોય પરંતુ જો દૃશ્ય / વ્યક્તિ / ઘટના / પરિસ્થિતિ કે અન્ય કોઈ પ્રાકૃતિક બાબત પરત્વે દૃષ્ટિ હશે તો સર્વના મત જુદા જુદા હશે.
એકનું એક ૨૦૬૭ નું વર્ષ આપણાં સહુને માટે જુદી જુદી અનુભુતિ કરાવનારું બની રહ્યું અને તેમ છતાં ૨૦૬૭ના સમયને માટે સહુ કોઈ સરખા હતા.
આવનારા દિવસો બ્લોગ જગત અને વાસ્તવિક જગત બંનેમાં સહુ કોઈના સ્વાસ્થ્યપ્રદ / ઉત્સાહજનક અને આનંદમય નીવડે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ –
આદરણીય શ્રી અતુલભાઈ
બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને પણ વિશેષ
લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ
ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન
શ્રી ગોવિંદભાઈ
આપને અને આપના પરીવારજનોને મધુવન પરીવાર તરફથી દીપાવલી અને નુત્તન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ –