મીત્રો,
દિપાવલીનો તહેવાર હોય અને મધુવનમાં ઉજવણી ન થાય તેવું બને? મીઠાઈ / ફરસાણ બન્યા છે. રંગોળી પુરાય છે. ફટાકડા ફોડાય છે. નવા નવા કપડાં અને ઘરેણા આ બધું છે. આ બધું હોય તો યે તેમાં જો એક બાબત ઉમેરાઈ જાય ને તો તહેવાર વહેવાર ન રહેતા ખરેખરો તહેવાર બની જાય. અને તે એક બાબતનું નામ છે ઉત્સાહ. જો આપણી અંદર ઉત્સાહ હશે તો પ્રત્યેક ક્ષણે તહેવાર છે અને જો ઉત્સાહ નહીં હોય તો – તહેવાર એક વહેવાર બની જશે.
શ્રી રામકૃષ્ણ મીશન રાજકોટના અધ્યક્ષ શ્રી ધૃવેશાનંદજી મહારાજ કે જેઓ ૯મી નવેમ્બરે બાંગ્લાદેશ જવા રવાના થશે.
ચિંતા ન કરશો મારી પાસે પાસપોર્ટ – વીઝા કશું નથી તેથી હું એકલો ક્યાંય જવાનો નથી. જઈશું ત્યારે તો સહકુટુંબ જઈશું. 🙂