પરશુરામે કર્ણને શા માટે શ્રાપ આપ્યો? કર્ણ ક્ષત્રીય હતો તે માટે નહીં પરંતુ તેણે ખોટું બોલીને વિદ્યા પ્રાપ્ત કરી હતી તે માટે.
અસત્ય બોલીને પ્રાપ્ત કરેલ વિદ્યા / ધન / પ્રેમ / વિશ્વાસ કે અન્ય કશી બાબત હોય તે જરૂરી સમયે ઉપયોગમાં આવતી નથી.
પરશુરામનો શ્રાપ આજે ય વિદ્યમાન છે.