મિત્રો,
દિપાવલી આવી ગઈ છે. આજે એકાએક અતિતમાં સરી ગયો. અને એક ગીત યાદ આવ્યું.
એક વો ભી દિવાલી થી એક યે ભી દિવાલી હે.
વધારે શબ્દો આગળ ન ગાઈ શક્યો. તરત વર્તમાનમાં પાછો ફર્યો.
આપણી જિંદગી પ્રત્યેક પળે રંગ બદલે છે.
કાંચીડો તો માત્ર સ્વની રક્ષા માટે અને કુદરત સાથે તેનો રંગ મળી ગયો હોય તો કોઈને દેખાય નહીં અને સ્વરક્ષણ થાય અને જીવજંતુ પર આસાનીથી હુમલો કરીને પોતાનું ઉદર ભરી શકે એટલે રંગ બદલે છે.
પરંતુ જિંદગી શું પળે પળે રંગ નથી બદલતી? ક્યારેક તડકો, ક્યારેક છાંયો, ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ. કેટલા બધા જુદા જુદા ભાવો અને લાગણીઓ આપણું ચેતાતંત્ર બાહ્ય તેમજ આંતરીક પરિસ્થિતિને આધારે બદલે છે તેને સાક્ષીભાવે જોઈએ તો છક થઈ જવાય.
જિંદગીના બદલાતા રુપોને ઉજાગર કરતું આ ગીત આજે અવલોકીએ અને પ્રત્યેક પળને જીવીએ –